istockphoto

ગુજરાતમાં કોરોનાના કેસોમાં ધરખમ ઘટાડો થતાં આશરે 2 વર્ષ બાદ ગુરુવાર (25 ફેબ્રુ)એ રાત્રિ કર્ફ્યુમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. રાજય સરકારે અમદાવાદ અને વડોદરામાંથી 25 ફેબ્રુઆરીથી સંપૂર્ણપણે રાત્રિ કર્ફ્યુ ઉઠાવી લેવાનો નિર્ણય જાહેર કર્યો હતો. ગુજરાતમાં 25 ફેબ્રુઆરીએ ગુજરાતના 300થી ઓછા કેસ નોંધાયા હતા અને આઠના મોત થયા હતા.

ગુજરાત સરકારની નવી ગાઈડલાઈન અનુસાર, રાજ્યના તમામ શહેરોમાંથી આવતીકાલ તારીખ 25 ફેબ્રુઆરીથી રાત્રિ કર્ફ્યુ હટાવી દેવામાં આવશે. રાજ્યમાં યોજાતા સામાજિક, રાજકીય, ધાર્મિક મેળાવડાઓ અને લગ્ન પ્રસંગોમાં ખુલ્લી જગ્યામાં આવા પ્રસંગો યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના 75 ટકા અને બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના 50 ટકા વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે. લગ્ન સમારોહ માટે હવે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર નોંધણી કરાવવાની રહેશે નહીં. આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તમામ લોકો માટે વેક્સિનના બે ડોઝ ફરજિયાત કરી દેવાયા છે.