સાઉથ યોર્કશાયરના બાર્ન્સલીમાં પ્રચાર ઝુંબેશ માટે ગયેલા રિફોર્મ યુકેના નેતા નાઇજેલ ફરાજ ઓપન-ટોપ બસ પરથી પ્રચાર કરતા હતા ત્યારે તેમના પર ટેકઅવે કપ જેવી કોઇક વસ્તુ ફેંકાઇ હતી.
તેમે X પર તેનો વિડિયો પોસ્ટ કરતા ફરાજે લખ્યું હતું કે “આપણા દેશને ધિક્કારતા હિંસક ડાબેરી ટોળા દ્વારા મને બુલી કે ડરાવી શકાશે નહીં. આ લોકો મારા ચૂંટણી પ્રચારને રોકવા માંગે છે. તે ક્યારેય થવાનું નથી.”
સાઉથ યોર્કશાયર પોલીસે જાહેર વ્યવસ્થાના ગુનાની શંકાના આધારે 28 વર્ષીય યુવકની ધરપકડ કરી છે.
વિડિયોમાં લાલ જેકેટ પહેરેલા એક માણસને બાંધકામના કામદારો દ્વારા રોકવામાં આવે તે પહેલાં બિલ્ડિંગ સાઇટ પરથી તે વસ્તુઓ ફેંકી દેતો દર્શાવવામાં આવ્યો હતો. સ્ટેન્ડ અપ ટુ રેસિઝમ વિરોધીઓના ટોળાએ મિસ્ટર ફરાજને વાહનમાંથી બોલતા અટકાવ્યા હતા. તો રિફોર્મ યુકેના સમર્થકો અને સ્ટેન્ડ અપ ટુ રેસીઝમ વિરોધીઓએ ટાઉન સેન્ટરમાં એકબીજા સામે નારા લગાવ્યા. મિસ્ટર ફરાજને પોલીસ દ્વારા બસમાંથી ન ઉતરવાની ચેતવણી આપવામાં આવી હતી.
ગયા અઠવાડિયે, મિસ્ટર ફરાજ ક્લેક્ટનમાં પ્રચાર કરતા હતા ત્યારે એક મહિલાએ તેમના પર બનાના મિલ્કશેક ફેંક્યો હતો જેના પર હુમલાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.