NIA raids at 43 locations in Tamil Nadu in Coimbatore blast case
(ANI Photo)

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અલ-હુડા એજ્યુકેશન ટ્રસ્ટની કથિત ગુનાહિત પ્રવૃત્તિઓ સંબંધિત કેસમાં જમ્મુ અને કાશ્મીરના આઠ જિલ્લામાં 18 સ્થળો પર સર્ચ કાર્યવાહી હાથ ધરી હતી. એજન્સીએ આ એજ્યુકેશન ટ્રસ્ટના વડાની પણ ધરપકડ કરી છે. આ એજ્યુકેશન ટ્રસ્ટ પ્રતિબંધિત જમાત-એ-ઇસ્લામી સાથે કનેક્શન ધરાવતું હોવાનું માનવામાં આવે છે.

તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે આ કેસમાં રાજૌરી, પૂંચ, જમ્મુ, શ્રીનગર, બાંદીપોરા, શોપિયાં, પુલવામા અને બડગામમાં 18 સ્થળોએ સર્ચ કાર્યવાહી કરવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે ગેરકાયદેસર પ્રવૃત્તિ નિવારણ ધારા હેઠળ પ્રતિબંધિત સંગઠન જાહેર કરવામાં આવ્યા બાદ જમાત-એ-ઇસ્લામીએ તેના ફ્રન્ટલ આર્ગેનાઇઝેશનો મારફત પ્રવૃત્તિ ચાલુ રાખી હતી.

પ્રવક્તાએ જણાવ્યું હતું કે “આવું એક સંગઠન રાજૌરીનું AHET છે, જે કથિત સખાવતી હેતુઓ માટે ડોનેશન અને હવાલા સહિતના વિવિધ માધ્યમો દ્વારા ભંડોળ એકત્ર કરેછે, પરંતુ સખાવતી હેતુને બદલે આ ભંડોળનો ઉપયોગ જમ્મુ અને કાશ્મીરના યુવાનોને કટ્ટરપંથી બનાવવા અને તેમને ઉશ્કેરવામાં  કરે છે. આવા યુવાનો ભારતની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વ માટે ખતરો બને છે. અધિકારીએ જણાવ્યું હતું કે NIAએ 3 ઓક્ટોબરના રોજ કેસ નોંધ્યો હતો અને રાજૌરીના રહેવાસી શમશીની ધરપકડ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે ધરપકડ કરાયેલ આરોપી (શામશી) એએચઈટીનો ચેરપર્સન (નિઝામ-એ-આલા) છે અને ટ્રસ્ટના મુખ્ય આકાના આદેશ પર કામ કરે છે.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે જમાત-એ-ઇસ્લામીને ગેકાયદેસર સંગઠન જાહેર કરવામાં આવ્યા પછી પણ આ ટ્રસ્ટે ફંડ ઉઘરાવવાનું ચાલુ રાખ્યું છે. તપાસ દરમિયાન કાશ્મીરમાં કામ કરતાં બીજી NGOs અને ટ્રસ્ટ સાથે શંકાસ્પદ લિન્ક બહાર આવી છે. સર્ચ કાર્યવાહી દરમિયાન ફંડિંગ અને પ્રોપર્ટી સંબંધિત દસ્તાવેજો અને મોબાઇલ ફોન પણ જપ્ત કરાયા છે.

યુપી ATSએ 8 શકમંદ ત્રાસવાદીની ધરપકડ કરી
લખનૌ
ઉત્તરપ્રદેશની એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ ભારતીય ઉપખંડમાં અલ-કાયદા અને તેના સહયોગી જમાત-ઉલ-મુજાહિદ્દીન સાથે સંબંધ ધરાવતા આઠ શંકાસ્પદ આતંકવાદીઓની વિવિધ સ્થળોએથી ધરપકડ કરી છે. યુપીના અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના જુદા જુદા સ્થળોએથી આઠની ધરપકડ કરવામાં આવી હતી.શંકામંદો પાસેથી આતંકવાદી ભંડોળ અને જેહાદી સાહિત્યના ઈલેક્ટ્રોનિક પુરાવા મળ્યા છે, જે આતંકવાદી સંગઠનો સાથેના તેમના જોડાણની પુષ્ટિ કરે છે.તેઓ આતંકવાદી સંગઠનો અને નેટવર્કને મજબૂત કરવા અને ભારતમાં ધાર્મિક આધાર પર કટ્ટરપંથી વિચારધારાઓ સાથે વધુને વધુ લોકોને જોડવામાં સક્રિય લોકોના સંપર્કમાં હતા

LEAVE A REPLY