એનએચએસ ઇંગ્લેન્ડના આંકડા મુજબ ઇંગ્લેન્ડમાં ફેબ્રુઆરીમાં લગભગ 4.7 મિલિયન લોકો રૂટીન ઓપરેશન અને પ્રોસીજરની રાહ જોઇ રહ્યા હતા. જે 2007 પછીનો સૌથી વધુ આંકડો છે. રોગચાળો શરૂ થયા પહેલા સર્જરીની રાહ જોતા લોકોની સંખ્યા માત્ર 1,600 હતી જેની સામે લગભગ 388,000 લોકો ઇમરજન્સી સીવાયની શસ્ત્રક્રિયા માટે એક વર્ષ કરતા વધુ સમયથી રાહ જોઇ રહ્યા છે.
જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન, કોવિડ-19ને કારણે હોસ્પિટલો પરનું દબાણ તીવ્ર હતું. એનએચએસ ઇંગ્લેન્ડે જણાવ્યું હતું કે શિયાળામાં રોગચાળો ટોચ પર હોવા છતાં 20 મિલિયન ઓપરેશન થયા હતા. જો કે, સર્જનોએ કહ્યું હતું કે કોવિડના બીજા તરંગને કારણે હોસ્પિટલો હજી પણ ભારે દબાણ હેઠળ છે, જેના કારણે પ્લાન્ડ સર્જરીની રાહ જોતા દર્દીઓ માટે “અનિશ્ચિતતા, પીડા અને એકાંતનું વર્ષ” બન્યું હતું.
ડાર્ટમથ ખાતે વડા પ્રધાન બોરીસ જોન્સને કહ્યું હતું કે ‘’આ બેકલોગને હરાવવા સરકાર ખાતરી કરશે કે અમે એનએચએસને તમામ ભંડોળ આપીએ જે તેની જરૂરિયાત છે. પરિસ્થિતિ કોવિડના કારણે વધુ ખરાબ થઇ હતી.”