યુકેમાં લગભગ 8 મિલિયન લોકો પહેલાથી જ સ્ટેટિન્સ લે છે ત્યારે NHSવા નવા માર્ગદર્શન હેઠળ વધુ 15 મિલિયન બ્રિટીશ લોકો આ દવાની માંગ કરી શકે છે.
રોગચાળા દરમિયાન સ્ટેટિન્સ અથવા સમાન દવાઓ સૂચવવામાં આવી ન હોવાના કારણે હજારો મધ્યમ વયના લોકો હૃદયની સ્થિતિથી મરી ગયા હોવાના કારણે NHSના અભિગમમાં ફેરફાર લાવવા ઇંગ્લેન્ડના ચિફ મેડિકલ ઓફિસર સર ક્રિસ વ્હિટે ચેતવણી આપી હતી.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ એન્ડ કેર એક્સેલન્સ (નાઇસ)ના માર્ગદર્શન હેઠળ, આગામી દાયકામાં હૃદયરોગનો હુમલો અથવા સ્ટ્રોકની 10 ટકા કે તેથી વધુ સંભાવના ધરાવતી કોઈપણ વ્યક્તિને દવાઓ ઓફર કરવી જોઈએ. જો કે, નવા માર્ગદર્શન હેઠળ ઓછા જોખમો ધરાવતા વધારાના 15 મિલિયન લોકોને પણ આ માટે ધ્યાનમાં લેવામાં આવી શકે છે.
ટ્રીટમેન્ટ વોચડોગએ જણાવ્યું હતું કે સ્ટેટિન્સ ક્યારેક સ્નાયુઓમાં દુખાવો જેવી આડ અસરોનું કારણ બની શકે છે.