NHS કોન્ફેડરેશનના જણાવ્યા અનુસાર રેસીઝમના અનુભવને કારણે છેલ્લા ત્રણ વર્ષમાં અડધાથી વધુ શ્યામ અને લઘુમતી વંશીય (BME) NHS નેતાઓએ આરોગ્ય સેવા છોડી દેવાનું વિચાર્યું હતું.
આ વર્ષે એપ્રિલ અને મે વચ્ચે કરાયેલા ઓનલાઈન સર્વેમાં મોટાભાગના લોકોએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં ઓછામાં ઓછા એક વખત વંશીય, રાષ્ટ્રીય અથવા સાંસ્કૃતિક વારસાને લક્ષ્ય બનાવીને મૌખિક દુર્વ્યવહાર અથવા અપમાનજનક વર્તન કરાયું હતું. 20 ટકા લોકો સાથે આવું પાંચ કે વધુ વખત થયું હતું. લગભગ 69 ટકાએ ઓછામાં ઓછા એક વખત રેસીસ્ટ વર્તનનો અનુભવ કર્યો હતો.