NHS નર્સોએ 18 અને 19 જાન્યુઆરીએ વધુ બે દિવસ માટે હડતાલ પાડવાની જાહેરાત કરી છે. પરંતુ એમ્બ્યુલન્સ યુનિયને આગામી સપ્તાહના વૉક-આઉટને રદ કર્યું છે. રોયલ કોલેજ ઓફ નર્સિંગ (RCN)એ જણાવ્યું છે કે વધુ તારીખો આવતા મહિને કન્ફર્મ કરવામાં આવશે.
15 અને 20 ડિસેમ્બરે તેમની હડતાલને કારણે લગભગ 30,000 ઓપરેશન્સ અને એપોઇન્ટમેન્ટ રદ કરવામાં આવ્યા હતા જે NHSના ઇતિહાસમાં સૌથી મોટી ઘટના હતી.