લંડનના મેયર સાદિક ખાને તા. 22ના રોજ અન્ય સંભવિત વિન્ડ્રશ કૌભાંડને રોકવા માટે યુકેમાં રહેતા દરેક માટે મફત NHS સંભાળ પૂરી પાડવા સરકારને વિનંતી કરી હતી. તેમણે માઇગ્રન્ટ્સ પરના NHS ચાર્જિંગ નિયમોનો અંત લાવવા હાકલ કરી હતી.
મેયરે જણાવ્યું હતું કે ‘’આ નીતિ અપ્રમાણસર રીતે અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી પૃષ્ઠભૂમિના દર્દીઓને અસર કરે છે. માઇગ્રન્ટ્સે પ્રસૂતિ સેવાઓ સહિતની તાત્કાલિક સારવાર માટે આરોગ્યસંભાળ માટે અપફ્રન્ટ ફી ચૂકવવી પડે છે. વિઝા અરજીઓ પર ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જનો અર્થ એ થાય છે કે ઘણા માઇગ્રન્ટ્સ તેમની આરોગ્યસંભાળ માટે બે વાર કર ચૂકવે છે.’’