ઇંગ્લેન્ડમાં NHS પ્રારંભિક તબક્કે તેના ત્રણ ચતુર્થાંશ કેન્સરના કેસોનું નું નિદાન કરવાના મુખ્ય લક્ષ્યાંકને સર કરવા માટે સંઘર્ષ કરી રહ્યું છે તેવી સાંસદોએ ચેતવણી આપી છે.
ઘ હેલ્થ એન્ડ સોશ્યલ કેર કમીટીએ જણાવ્યું હતું કે સ્ટાફની અછત અને રોગચાળાના વિક્ષેપને કારણે તેમાં વિલંબ થઈ રહ્યો છે. 54% કેસોનું નિદાન પહેલા અને બીજા સ્ટેજમાં થાય છે, જે જીવન ટકાવી રાખવાની તકો વધારવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 2028 સુધીમાં, પ્રારંભિક તબક્કામાં 75 ટકા કેસોનું નિદાન કરવાનું લક્ષ્યાંક છે, પરંતુ છ વર્ષમાં તેમાં કોઈ સુધારો થયો નથી. તેનો અર્થ એ છે કે ઈંગ્લેન્ડ – તેમજ યુકેના અન્ય રાષ્ટ્રો કેન્સરથી બચવાની વાત આવે ત્યારે ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા તુલનાત્મક દેશોથી પાછળ છે. જો આમ જ ચાલુ રહેશે, તો સમિતિએ ચેતવણી આપી છે કે તેનાથી 340,000થી વધુ લોકો કેન્સરના પ્રારંભિક નિદાનથી ચૂકી જશે.
NHSના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે 160 નવા ડાયગ્નોસ્ટિક કેન્દ્રોના નેટવર્ક સાથે, પ્રગતિ પહેલેથી જ થઈ રહી છે.