2022માં NHS એપ સાથે 7 મિલિયન લોકો જોડાયા બાદ NHS એપ સાઇન અપ કરનારા લોકોની કુલ સંખ્યા 30 મિલિયનથી વધુ થઇ છે અને માર્ચ 2023 સુધીમાં ઈંગ્લેન્ડના 68% લોકોએ NHS એપ ડાઉનલોડ કરી લીધુ છે. આ વર્ષે એપ વાપરનાર લોકોને તેમના GPના મેસેજીસ પ્રાપ્ત કરવાની, હોસ્પિટલ એપોઇન્ટમેન્ટ જોવાની અને મેનેજ કરવાની નવી સુવિધાઓ અપાઇ છે. આ ઉપરાંત એપ દ્વારા લોકો તેમની આરોગ્યસંભાળની માહિતી મેળવી શકે છે.
NHS એપનો ઉપયોગ કરીને છેલ્લા 12 મહિનામાં 1.7 મિલિયન GP એપોઇન્ટમેન્ટ બુક કરાઇ હતી, તો 22 મિલિયનથી વધુ રિપીટ પ્રિસ્ક્રિપ્શનો ઓર્ડર કરાયા હતા. જેનાથી જીપી સર્જરીનો સમય બચ્યો હતો. સમગ્ર ઇંગ્લેન્ડમાં લાખો વધુ દર્દીઓ NHS એપ દ્વારા તેમના હેલ્થ રેકોર્ડ અને તબીબી સેવાઓના સરળ ઍક્સેસનો લાભ મેળવી રહ્યા છે.
ચાર વર્ષ પહેલાં આ એપ લૉન્ચ કરાઇ હતી જે સૌથી લોકપ્રિય ફ્રી હેલ્થ એપમાંની એક છે. લોકો 65 મિલિયનથી વધુ GP રેકોર્ડ જોઇ શકે છે. સરકાર 2024 સુધીમાં 75% લોકો એપ ધરાવે તેવો લક્ષ્ય ધરાવે છે.