પૂર્વ ચાન્સેલર ઋષિ સુનકે જણાવ્યું હતું કે દેશની આગામી સરકારે ફુગાવાને વધુ વકરે તેવું જોખમ લેવાને બદલે તેનો સામનો કરવો જોઈએ. બેંક ઓફ ઇંગ્લેન્ડે વ્યાજનો દર અડધો ટકો વધારીને 1.75% કરીને કાર્યવાહી કરી છે અને તે હિતાવહ છે કે કોઈપણ ભાવિ સરકારે ફુગાવાને કાબુમાં લેવો પડશે.
બેંકે 27 વર્ષમાં પહેલા વખત દરમાં સૌથી મોટો વધારો કર્યો છે. ચેતવણી અપાય છે કે લાંબી મંદી તેના માર્ગ પર છે અને ફુગાવો હવે તેની ટોચ 13% પર સેટ થયેલો છે.
સુનકે કહ્યું હતું કે “વડાપ્રધાન તરીકે હું ફુગાવાને કાબુમાં લેવા, અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ કરવા અને પછી કર ઘટાડવાને પ્રાથમિકતા આપીશ. વધારવામાં આવતું દેવુ વ્યાજના દરો પર દબાણ લાવશે, જેને કારણે લોકોને મોરગેજ પર વધારે રકમ ચૂકવવી પડશે. જે ફુગાવો ઊંચો લાવશે અને જે તે ચીજ-વસ્તુઓ અને સેવાઓના ભાવ લાંબા સમય સુધી ઊંચા રાખશે. જે દરેકને ગરીબ બનાવશે.’’
બીજી તરફ તેમના હરીફ લિઝ ટ્રસે વડા પ્રધાન બનવાની સાથે તરત જ કર ઘટાડવાનું વચન આપ્યું છે.