ઇસ્ટ લંડનના ન્યુહામમાં બાર્કિંગ રોડ પર એક રેસ્ટોરન્ટમાં છરાબાજી કરી એક વ્યક્તિની હત્યાનો પ્રયાસ કરવાના આરોપસર 23 વર્ષના શ્રીરામ અંબરલા પર તા. 27 માર્ચના રોજ આરોપ મૂક્વામાં આવ્યો હતો. 28 માર્ચે થેમ્સ મેજિસ્ટ્રેટ કોર્ટમાં કસ્ટડીમાં હાજર કરાયો હતો.
પોલીસે 25 માર્ચના રોજ બપોરે 2-22 કલાકે એક યુવતીને છરાથી થયેલી ઈજાઓ સાથે ઘાયલ અવસ્થામાં શોધી કાઢી હતી તેણીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેની હાલત ગંભીર પરંતુ સ્થિર હોવાનું જણાવાય છે. પોલીસ પૂછપરછ ચાલુ છે.