પ્રગતિશીલ પોલિટિક્સ માટે વૈશ્વિક સ્તરે નામના હાંસલ કરનારા ન્યુઝીલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્ન આગામી થોડા સપ્તાહમાં રાજીનામા આપવાની જાહેરાત કરીને સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો. 42 વર્ષના નેતાએ જાહેરાત કરી હતી કે તેઓ થોડા અઠવાડિયામાં પદ પરથી રાજીનામું આપશે.
લેબર પાર્ટીના સભ્યોની બેઠકમાં તેમણે કહ્યું હતું કે હું માનવ છું. આપણે જેટલું આપી શકીએ તેટલું આપીએ છીએ અને પછી એક સમય આવે છે મારા માટે સમય આવી ગયો છે. તેઓ 7 ફેબ્રુઆરી સુધીમાં વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દેશે. જેસિંડાએ જણાવ્યું કે, તેઓ આ વર્ષે ફરીથી ચૂંટણી લડશે નહીં અને વડા પ્રધાન તરીકેનો તેમનો છેલ્લો દિવસ 7 ફેબ્રુઆરી છે. તેઓ કોરોના મહામારી દરમિયાન ચર્ચામાં રહ્યા હતા.
આર્ડર્ન કહ્યું કે, તે જાણે છે કે વડા પ્રધાનની નોકરી શું ઈચ્છે છે. તેમનું માનવું છે કે તેમની પાસે હવે ન્યાય કરવા માટે પૂરતી ક્ષમતા નથી. મારા ઘણા સાથીદારો છે જેઓ આ પદની જવાબદારી નિભાવી શકે છે. તેમની સરકારે ઘણું હાંસલ કર્યું છે. ન્યુઝીલેન્ડમાં 2023ની સામાન્ય ચૂંટણી 14 ઓક્ટોબરે યોજાશે. રાજીનામાના એલાન બાદ આર્ડર્ન લેબર પાર્ટી શનિવારે કોકસ વોટ સાથે અનુગામીની શોધ શરૂ કરશે.