(ANI Photo)

વર્લ્ડ કપની ગયા સપ્તાહે ગુરૂવારે અમદાવાદમાં રમાયેલી પ્રથમ મેચમાં ડીફેન્ડીંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડનો ન્યૂઝીલેન્ડ સામે 9 વિકેટે કારમો પરાજય થયો હતો. ઈંગ્લેન્ડે પહેલા બેટિંગ કરતાં 9 વિકેટે 282 રન કર્યા હતા, જે ખાસ પડકારજનક સ્કોર ગણાય તેમ નહોતો. પણ ન્યૂઝીલેન્ડના ઓપનર ડેવોન કોનવે અને ઈન્ડિયન ન્યૂઝીલેન્ડર રચિન રવિન્દ્રે અણનમ સદીઓ સાથે આ ટાર્ગેટ સાવ મામૂલી બનાવી દઈ 13.4 ઓવર્સ બાકી હતી ત્યારે જ ટીમનો વિજય ધ્વજ લહેરાવી દીધો હતો. 

ઈંગ્લેન્ડ તરફથી એકપણ બેટર અડધી સદી કરી શક્યો નહોતો, તો ન્યૂઝીલેન્ડના મેટ હેનરી, મિચેલ સેન્ટનર અને ગ્લેન ફિલિપ્સે અનુક્રમે 3 અને 2-2 વિકેટ લીધી હતી. જવાબમાં કોનવેએ 121 બોલમાં 3 છગ્ગા અને 19 ચોગ્ગા સાથે અણનમ 152 તથા રચિન રવિન્દ્રે 96 બોલમાં 5 છગ્ગા અને 11 ચોગ્ગા સાથે અણનમ 123 રન કર્યા હતા. રચિનને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.  

વર્લ્ડ કપની અન્ય મેચના સંક્ષિપ્ત પરિણામો 

તારીખ       સ્થળ        ટીમો                       પરિણામ 

06 – 10     હૈદરાબાદ    પાકિસ્તાન – 286    નેધરલેન્ડ્ઝ – 205       પાકિસ્તાનનો 81 રને વિજય

07 – 10    ધરમસાલા   અફઘાનિસ્તાન – 156     બાંગ્લાદેશ – 4 વિકેટે 158   બાંગ્લાદેશનો 6 વિકેટે વિજય

              દિલ્હી               સા. આફ્રિકા – 5 વિકેટે 428     શ્રીલંકા – 326    સા. આફ્રિકાનો 102 રને વિજય

09 – 10    હૈદરાબાદ    ન્યૂઝીલેન્ડ – 7 વિકેટે 322       નેધરલેન્ડ્ઝ – 223        ન્યૂઝીલેન્ડનો 99 રને વિજય

LEAVE A REPLY