એક નવા વિશ્વવ્યાપી સર્વેમાં ન્યૂયોર્ક અને સિંગાપોર સંયુક્ત રીતે સૌથી મોંઘા શહેર તરીકે ઊભરી આવ્યા છે.
ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટના વર્લ્ડવાઇડ કોસ્ટ ઓફ લિવિંગ રીપોર્ટ અનુસાર દુનિયાના 172 મોટા શહેરોમાં ગત વર્ષે જીવન ધોરણ ખૂબ જ મોંઘુ બન્યું હતું, જેના માટે યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધ અને ખોરવાયેલી પૂરવઠા વ્યવસ્થાને જવાબદાર માનવામાં આવે છે.

ગત વર્ષની મોંઘા શહેરોની યાદીમાં તેલ અવિવ પ્રથમ સ્થાને હતું, જે આ વખતે ત્રીજા ક્રમે છે. જ્યારે હોંગકોંગ અને લોસ એન્જેલસને સૌથી મોંઘા પાંચ શહેરોમાં સ્થાન મળ્યું છે.

એશિયન શહેરો બીજા શહેરોમાં જોવા મળતી વધુ મોંઘવારીથી બચવા માટેનો અભિપ્રાય ધરાવે છે, જેમાં જીવન નિભાવ ખર્ચમાં સરેરાશ 4.5 ટકાનો વધારો જોવા મળ્યો છે, જોકે સરકારની નીતિઓ અને ચલણની કિંમતમાં ફેરફારને કારણે વ્યક્તિગત દેશની કામગીરી જુદી જુદી હતી. અભ્યાસના અન્ય તારણોમાં જાણવા મળ્યું છે કે, વ્યાજદર ઘટવાને કારણે ટોકિયો અને ઓસાકા અનુક્રમે 24મા અને 33મા ક્રમે નીચે ગયા છે.

સીરિયાના પાટનગર દમાસ્કસ અને લિબિયાના ત્રિપોલી વિશ્વના સૌથી સસ્તા શહેરો છે. મજબૂત નિકાસના કારણે ઓસ્ટ્રેલિયન ડોલરમાં વધારો થતાં સિડનીને ટોચના 10 શહેરો સ્થાન મળ્યું છે. ગત વર્ષે 24 ક્રમે રહેલું સાન ફ્રાન્સિસ્કોને હવે આઠમા સ્થાને છે. ચીનના સૌથી મોંઘા છ શહેરો તમામ ક્રમે ઉપર આવ્યા છે, શાંઘાઈને પ્રથમ 20માં સ્થાન મળ્યું છે.

EIUના વિશ્વવ્યાપી જીવન નિભાવ ખર્ચની બાબતોનાં વડાં, ઉપાસના દત્તે જણાવ્યું હતું કે, “યુક્રેનમાં યુદ્ધ, રશિયા પર પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો અને ચીનની ઝીરો કોવિડ નીતિઓને કારણે પૂરવઠા વ્યવસ્થામાં મુશ્કેલીઓ ઊભી થઇ હતી, જે વ્યાજના વધતા દરો અને એક્સચેન્જ રેટમાં ફેરફાર સાથે જોડાયેલી છે, તેના કારણે સમગ્ર વિશ્વમાં જીવન નિર્વાહમાં સંકટ ઊભું થયું હતું.”

આ સર્વે આ જ વર્ષે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં વૈશ્વિક સ્તરના 172 શહેરોમાં 200થી વધુ ઉત્પાદનો અને સર્વિસીઝની 400થી વધુ વ્યક્તિગત કિંમતોની સરખામણી કરવામાં આવી છે. આ સૌથી મોંઘા અન્ય શહેરોમાં હોંગકોંગ, ઝ્યુરિચ, જીનિવા, સાન ફ્રાન્સિસ્કો, પેરિસ, કોપેનહેગન અને સિડનીનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY