Awarded to 141 outstanding contributors to internationally important foreign policy
સેન્ટર ફોર ગ્લોબલ ડેવલપમેન્ટના પ્રમુખ મસૂદ અહેમદ (Picture Courtesy: Centre for Global Development)

વિદેશમાં અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ ફોરેન પોલીસીની પ્રાયોરીટીઝમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર કિવ અને મોસ્કોમાં સેવો આપતા યુકેના રાજદૂતો સહિત 141 લોકોને વિદેશ નીતિ, આરોગ્ય અને વિકાસ સહિત વિવિધ ક્ષેત્રોમાં તેમની અસાધારણ સેવા માટે સન્માન અનાયત કરાયાં હતાં.   ભૂતપૂર્વ કેબિનેટ સચિવ માર્ક સેડવિલને સાત વડા પ્રધાનો સાથે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય નીતિમાં જાહેર સેવાની કારકિર્દી માટે નાઈટહૂડ અપાયો હતો.

આલોક શર્માને COP26માં તેમના નેતૃત્વ દ્વારા ક્લાયમેટ ચેન્જ સામે લડવામાં તેમના યોગદાન બદલ નાઈટહૂડ એનાયત કરાયો હતો. તેમની સેવાઓએ યુકેને એક ઐતિહાસિક કરાર માટે સંમત કરવા માટે પ્રેરિત કર્યું હતું જે ભવિષ્યમાં ક્લાયમેટ ચેન્જને સંબોધવામાં મોટી અસર કરશે.

પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પબ્લિક સર્વન્ટ ડૉ. ડેવિડ નાબારોને વૈશ્વિક સ્વાસ્થ્યમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન અને કોવિડ-19 નિવારણ અને પ્રતિભાવ માટે WHOના વિશેષ દૂત તરીકેની સેવાઓ બદલ નાઈટહૂડનો ખિતાબ અપાયો હતો.

સેન્ટર ફોર ગ્લોબલ ડેવલપમેન્ટના પ્રમુખ મસૂદ અહેમદને સફળ પહેલોનું નેતૃત્વ કરવા બદલ અને ત્રણ દાયકાથી વધુ સમયથી વિશ્વભરના દેશોના આર્થિક વિકાસને આગળ વધારવા બદલ નાઈટહુડ ન્યત કરાયું હતું.

LEAVE A REPLY