સમગ્ર યુકેમાંથી વિવિધ સમુદાયોના અગ્રણી વ્યક્તિઓને તેમની અવિશ્વસનીય જાહેર સેવા, તેમના ઉત્કૃષ્ટ યોગદાન, સતત જાહેર સેવા, યુવા જોડાણ અને સામુદાયિક કાર્યો સહિતના વિવિધ ક્ષેત્રો પરના તેમના કાર્યો માટે ન્યૂ યર ઓનર્સ લિસ્ટ 2023 દ્વારા બહુમાન એનાયત કરાયું હતું.
આ સન્માન પ્રણાલી અંતર્ગત યુકેના તમામ સમાજના 1,107 લોકોને એવોર્ડ એનાયત કરવાની જાહેરાત કરાઇ હતી. જે પૈકી 955 ઉમેદવારોની પસંદગી BEM, MBE અને OBE એવોર્ડ માટે કરવામાં આવી હતી. એવોર્ડ મેળવનારા લોકોમાં 305ને BEM, 431 લોકોને MBE અને 219 અગ્રણીઓને OBE એવોર્ડ આપવાની જાહેરાત કરાઇ હતી.
એવોર્ડ મેળવનારા 673 (60%) લોકોની પસંદગી તેમની કામગીરી અને તેમના સમુદાયોમાં સ્વૈચ્છિક અથવા સખાવતી સેવાઓ માટે કરવામાં આવી હતી. આ યાદીમાં 548 મહિલાઓને સન્માન અપાયું હતું જે એવોર્ડ મેળવનારા 50% લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. CBE સ્તરે અને તેનાથી ઉપરના એવોર્ડ મેળવનારા લોકોમાં 45% મહિલાઓ છે.
આ વર્ષે એવોર્ડ મેળવનારા લોકોમાં મેકલ્સફિલ્ડના 100 વર્ષીય પીટર ઑફર્ડ ડેવિસનો સમાવેશ થાય છે, જેમને બોલિંગ્ટન, મેકલ્સફિલ્ડમાં આવેલી ડીન વેલી કોમ્યુનિટી પ્રાઈમરી સ્કૂલમાં રીડીંગ વોલંટીયર તરીકેની સેવાઓ માટે BEM એનાયત કરાયો છે. વેસ્ટ સસેક્સની પામેલા ગોલ્ડસ્મિથને 20 વર્ષના વોલંટીયરીંગ દ્વારા મેકમિલન માટે £1.5 મિલિયન કરતાં વધુ રકમ એકત્ર કરવા બદલ BEM એનાયત કરાયો છે. 2014 કોમનવેલ્થ ગેમ્સમાં યુકેનું પ્રતિનિધિત્વ કરનાર જેડ ક્લાર્ક અને વેસ્ટમિન્સ્ટર હોલના ઉત્તર છેડે બેસ્પોક સ્ટેઇન્ડ-ગ્લાસ વિન્ડો માટે સૌથી વધુ જાણીતા અને 2012 ડાયમંડ જ્યુબીલી વખતે મહારાણીને ભેટમાં આપનાર સ્ટેઇન્ડ ગ્લાસ બ્લોઅર જોન રેન્ટિઅન્સને MBE અપાયો હતો.
યુદ્ધગ્રસ્ત મોગાદિશુમાં ફૂટબોલ રમીને મોટા થયેલા અને યુકેના પ્રથમ અશ્વેત, મહિલા, મુસ્લિમ, હિજાબ પહેરેલા રેફરી બનનાર લંડનના જવાહિર રોબલેને ફૂટબોલની સેવાઓ માટે MBE પણ એનાયત કરાયો છે. યુક્રેનથી ભાગી રહેલા બાળકો અને પરિવારોને મદદ કરવાની તેમની પ્રતિબદ્ધતા દાખવી £170,000 થી વધુ રકમ એકત્ર કરનાર કેમ્બ્રિજશાયરના લુએના હૂડને બ્રિટિશ એમ્પાયર મેડલ એનાયત કરાયો હતો.
વિવિધ ધર્મો અને પશ્ચાદભૂના લોકોને એકસાથે એકસાથે લાવવા બદલ ગ્રેટર માન્ચેસ્ટર પોલીસના પ્રથમ એશિયન પોલીસ અધિકારીઓમાંના એક અસરાર ઉલ-હક ડીએલને OBE એનાયત કરાયો હતો.
આ યાદી દ્વારા ઈંગ્લેન્ડની લાયેન્સ ફૂટબોલ ટીમના મુખ્ય સભ્યોનું પણ સન્માન કરાયું હતું. સ્ક્વોડના કેપ્ટન લેહ વિલિયમસનને OBE, જ્યારે સ્ટાર ખેલાડી લ્યુસી બ્રોન્ઝ, ગોલ્ડન બૂટ બેથ મીડ અને ઈંગ્લેન્ડની મહિલા ટોચના આંતરરાષ્ટ્રીય ગોલ સ્કોરર એલેન વ્હાઇટને MBE આપવામાં આવ્યો છે.
આ યાદીમાં એવોર્ડ મેળવનાર સૌથી નાની વયના 18-વર્ષીય દારા સીમસ મેકએનલ્ટી છે જેમને તેમના પર્યાવરણીય કાર્યો અને ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર ધરાવતા લોકોની સેવાઓ માટે BEM અપાયો છે.