સુરતના અબ્રામા ખાતે નિર્માણ પામનાર પૂજ્ય દાદાભગવાન પ્રેરિત નિષ્પક્ષપાતી ત્રિમંદિરનો શિલાન્યાસ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુક્રવારે કરવામાં આવ્યો હતો. દાદાભગવાન ફાઉન્ડેશન દ્વારા સાત વીઘા ભૂમિમાં નિર્માણ પામનાર નૂતન ત્રિમંદિરમાં ભગવાન શિવ, સીમંધર સ્વામી, શ્રી કૃષ્ણ, ગણેશજી, ખોડિયાર માતાજી, અંબા માતાજી તેમજ શ્રી સાઈબાબાની મૂર્તિઓ બિરાજશે. ત્રિમંદિરના ભૂમિ પૂજન પ્રસંગે પૂ. દીપકભાઈજીએ ઉપસ્થિત અનુયાયીઓને આશીર્વચન પાઠવ્યા હતા. નોંધનીય છે કે, હાલમાં અડાલજ, મુંબઈ, બરોડા, રાજકોટ, ગોધરા, ભુજ સહિત અન્ય શહેરોના કુલ ૧૮ ત્રિમંદિરોમાં હજારો અનુયાયીઓ દર્શનનો લાભ લઈ રહ્યા છે, જ્યારે મુંબઈના થાણે, પૂણે અને વેરાવળ(ગીર સોમનાથ)માં વધુ ત્રણ મંદિરો નિર્માણાધિન છે. ઉપરાંત, સુરતના અબ્રામામાં પણ વધુ એક ત્રિમંદિર નિર્માણ પામશે.