ટ્રસે વિજેતા જાહેર કરાયા બાદ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે ‘’ સુનકની પ્રચાર ઝુંબેશ સખત હતી અને પક્ષમાં “પ્રતિભાની ઊંડાઈ અને પહોળાઈ” દર્શાવાઇ છે. મારી પાસે કર ઘટાડવા અને યુકેની અર્થવ્યવસ્થાને વધારવા માટે “બોલ્ડ પ્લાન” છે.’’
ટ્રસે એક ટ્વીટમાં કહ્યું હતું કે ‘’હું કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે ચૂંટાઈને ગૌરવ અનુભવું છું. આપણા મહાન દેશનું નેતૃત્વ કરવા અને મારા વચનો પહોંચાડવા માટે મારા પર વિશ્વાસ મૂકવા બદલ આભાર. આ મુશ્કેલ સમયમાં આપણા બધાને આગળ વધારવા, આપણી અર્થવ્યવસ્થાને આગળ વધારવા માટે હું હિંમતભેર પગલાં લઈશ. યુનાઇટેડ કિંગડમની ક્ષમતાઓને બહાર લાવીશ.”