- ટ્રસે PM તરીકે એનર્જી કટોકટીનો સામનો કરવા માટે કર ઘટાડવા અને “ડીલીવર” કરવાનું વચન આપ્યું છે. તે ઉર્જા બીલને ફ્રીઝ કરવાનું વિચારી રહી હોવાનું માનવામાં આવે છે. ગ્રાહકોને ઊર્જા ખર્ચમાં મદદ કરવા માટેની યોજનાની વિગતો બહાર આવી રહી છે અને તેને ગુરુવારે તા. 8ના રોજ જાહેર કરવામાં આવશે.
- નવા વડાપ્રધાન તરીકે ચૂંટાયેલા ટર્સને અભિનંદન આપ્યા બાદ લેબરના નેતા સર કેર સ્ટર્મરે કહ્યું હતું કે “ટોરીઝના 12 વર્ષના શાસન પછી અમારે જે બતાવવાનું છે તે છે નીચા વેતન, ઊંચા ભાવો અને જીવનનિર્વાહ માટેના ખર્ચની કટોકટી. ફક્ત લેબર જ આપણા દેશની જરૂરિયાતની નવી શરૂઆત કરી શકે છે.”
- બુધવારે ટ્રસ હાઉસ ઓફ કોમન્સમાં વડા પ્રધાનના પ્રશ્નો (PMQs)ની બેઠકને સંબોધશે અને લેબર લીડર સર કીર સ્ટારર સાથે તેમનો સામનો થશે.
- લિબરલ ડેમોક્રેટ નેતા સર એડ ડેવીએ સામાન્ય ચૂંટણીની હાકલ કરી હતી.
- સ્કોટિશ ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને જણાવ્યું હતું કે તે નવા ટોરી લીડર સાથે “સારા કામકાજના સંબંધો બનાવવાનો પ્રયત્ન કરશે.” તેમણે ટ્રસને “લોકો અને બિઝનેસીસ માટે એનર્જી બિલ ફ્રીઝ કરવા, વધુ રોકડ સહાય પહોંચાડવા અને જાહેર સેવાઓ માટે ભંડોળ વધારવા વિનંતી કરી હતી.”
- લિબ ડેમ્સે ઓક્ટોબરમાં પ્રાઇસ કેપમાં વધારો કરવાની હાકલ કરી છે.
- સામાન્ય ઘરગથ્થુ ઉર્જા બિલ £1,971 થી £3,549 સુધી થઈ જશે.
- પ્રીતિ પટેલે હોમ સેક્રેટરીના પદેથી રાજીનામું આપ્યું છે અને તેઓ સરકારમાં બેકબેન્ચ પરથી કામ કરવાનું ચાલુ રાખશે. ભારતીય મૂળના એટર્ની જનરલ સુએલા બ્રેવરમેન તેમની જગ્યા લેશે તેમ મનાય છે.
- બિઝનેસ સેક્રેટરી ક્વાસી ક્વાર્ટેંગ ચાન્સેલર બને તેવી અપેક્ષા છે, અને એજ્યુકેશન સેક્રેટરી જેમ્સ ક્લેવર્લી ફોરેન સેક્રેટરી બનશે.
- ઋષિ સુનકે રિચમન્ડના સાંસદ તરીકે ચાલુ રહેવાની અને આગામી સામાન્ય ચૂંટણી તે જ બેઠક પરથી લડવાની ઇચ્છા જાહેર કરી છે.
- કન્ઝર્વેટિવ પાર્ટીના સહ-અધ્યક્ષ બેન ઇલિયટ, પીએમ તરીકે લિઝ ટ્રુસની નિમણૂક બાદ રાજીનામું આપી દીધું છે.
- વર્તમાન ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અને જસ્ટીસ સેક્રેટરી ડોમિનિક રાબે કહ્યું હતું કે તેઓ લિઝ ટ્રસની સરકારમાં નિમણૂક થાય તેવી અપેક્ષા રાખતા નથી.
- જૉન્સન અને ટ્રસે એબરડીનશાયરના બાલમોરલ કાસલ જવા અલગ મુસાફરી કરી હતી.