પ્રતિકાત્મક તસવીર (istockphoto)

છટણીનો ભાગ બનેલા H-1B વિઝાધારકો માટે યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS)એ નવી માર્ગદર્શિકા જાહેર કરી હતી.તાજેતરમાં ગૂગલ, ટેસ્લા, વોલમાર્ટ જેવી મોટી કંપનીઓએ વ્યાપક છટણીની જાહેરાત કરી હતી, તેનાથી H-1B વિઝા પરના ઘણા ઇમિગ્રન્ટ કામદારોના જીવનને અસર થઈ છે.

USCISની માર્ગદર્શિકા આ ​​વ્યક્તિઓ માટે વિવિધ વિકલ્પોની રૂપરેખા આપે છે. નવી ગાઇડલાઇનમાં આવા કામદારોના અમેરિકામાં સ્ટેને લંબાવવાની તક આપવામાં આવી છે.

જોબ ગુમાવ્યા પછી તમારી પાસે 60 દિવસનો ગ્રેસ પિરિયડ હોય છે. તેમાં કેટલાક વિકલ્પોનો વિચાર કરી શકો છો. જેમ કે નોનઈમિગ્રન્ટ સ્ટેટસમાં ચેન્જ કરવા માટે તમે અરજી કરી શકો. સ્ટેટસના એડજસ્ટમેન્ટ માટે અરજી કરી શકો. ત્રીજું, અત્યંત વિકટ પરિસ્થિતિ એટલે કે કમ્પેલિંગ સર્કમસ્ટેન્સિસ માટે અરજી ફાઈલ કરી શકો. આ પિટિશન હેઠળ વર્કર્સને એક વર્ષના એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝન ડોક્યુમેન્ટ્સ (EAD) મળી શકે છે.  છેલ્લે, તમે એમ્પ્લોયરને ચેન્જ કરવા માટે nonfrivolous petitionના બેનિફિશિયરી બની શકો છે. આ પિટિશનને કારણે આ પ્રશ્નનો નિકાલ ન થાય ત્યાં સુધી ગેરકાયદા પ્રેઝન્સ ગણાવાનું જોખમ નહીં રહે. તેમાં તમે ડિપેન્ડન્ટ સ્ટેટસ, સ્ટુડન્ટ સ્ટેટસ અથવા વિઝિટર સ્ટેટસમાં ચેન્જ કરાવી શકો છો.

તમે લેઓફ થયા પછી 60 દિવસના ગ્રેસ પિરિયડની અંદર આમાંથી કોઈ પણ એક ઓપ્શન માટે ફાઈલિંગ કરશો તો ઓથોરાઈઝ્ડ સ્ટે લંબાવી શકાય છે, ભલે પછી અગાઉનું નોનઈમિગ્રન્ટ સ્ટેટસ ગુમાવવું પડે. આ ઉપરાંત જે એચ-1બી વિઝાધારકો ચોક્કસ એલિજિબિલિટી ધરાવે છે, તેઓ નવી એચ-1બી પિટિશન ફાઈલ થતાની સાથે જ નવા એમ્પ્લોયર માટે કામ કરી શકે છે. એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ એપ્લિકેશનને 180 દિવસના પેન્ડિંગ સ્ટેટસ પછી નવી રોજગારીની ઓફર માટે ટ્રાન્સફર કરી શકાય છે.

LEAVE A REPLY