New Guidelines for Social Media Influencers in India
(istockphoto.com)

ભારત સરકારે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ માટે નવી ગાઇડલાઇન જારી કરી છે અને ગેરમાર્ગે દોરતી જાહેરાત માટે રૂ.50 લાખ સુધીના દંડની જોગવાઈ કરી છે. સરકારની ગાઇડલાઇન મુજબ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સએ કોઇપણ પ્રોડક્ટ, સર્વિસ કે સ્કીમની જાહેરખબર કરતી વખતે તેમને મળેલી ગિફ્ટ, હોટેલ એકોમોડેશન, ઇક્વિટી, ડિસ્કાઉન્ટ કે પુરસ્કાર સહિતના લાભોની ફરજિયાત જાહેરાત કરવી પડશે. ગેરમાર્ગે દોરતી જાહેરખબર માટે સેલિબ્રિટી માટે  પ્રતિબંધ પણ મૂકવામાં આવશે.

ગ્રાહકોના હિતોનું રક્ષણ માટે આ નિયમો બનાવવામાં આવ્યા છે. સોશિયલ ઇન્ફ્લુએન્સર્સ માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. આ માર્કેટ 2025 સુધીમાં વાર્ષિક 20 ટકા વૃદ્ધિ સાથે રૂ.2,800 કરોડનું થવાનો અંદાજ છે.

ગ્રાહક બાબતોના વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સેલિબ્રિટી, ઇન્ફ્લુએન્સર્સ અને વર્ચ્યુઅલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ (અવતાર કે કમ્યુટર જનરેટેડ કેરેકટર) માટે આ નવી ગાઇડલાઇન છે. નિયમોના ઉલ્લંઘનના કિસ્સામાં, કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 હેઠળ ગેરમાર્ગે દોરતી જાહેરાત માટે નિર્ધારિત દંડ લાગુ થશે.

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) ઉત્પાદકો, જાહેરાતકર્તાઓ અને એન્ડોર્સર્સ પર રૂ.10 લાખ સુધીનો દંડ લાદી શકે છે. ફરી વખતના ગુના માટે રૂ. 50 લાખ સુધીનો દંડ થઈ શકે છે. CCPA ગેરમાર્ગે દોરતી જાહેરખબરના સેલિબ્રિટી પર 1 વર્ષ સુધીનો પ્રતિબંધિત મૂકી શકે છે. જો ફરી નિયમ ભંગ કરશે તો 3 વર્ષ સુધીનો પ્રતિબંધ આવશે.

 

LEAVE A REPLY