ભારત સરકારના ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)એ સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ (SFC) સાથે મળીને તાજેતરમાં ઓડિશાના દરિયાકિનારે ડૉ. APJ અબ્દુલ કલામ ટાપુ પરથી ન્યૂ જનરેશન બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-પ્રાઈમનું સફળ ઉડાન-પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણથી મિસાઇલે તેના તમામ ઉદ્દેશ્યોને પૂર્ણ કર્યાં હતા. જેમકે ટર્મિનલ પોઈન્ટ પર મુકવામાં આવેલા બે ડાઉનરેન્જ જહાજો સહિત વિવિધ સ્થળોએ તૈનાત સંખ્યાબંધ રેન્જ સેન્સર્સ દ્વારા મેળવેલા ડેટામાંથી પુષ્ટિ મળે છે. પ્રક્ષેપણ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડના ચીફ અને ડીઆરડીઓ અને ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા નિહાળવામાં આવ્યું હતું.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સફળ પરીક્ષણ માટે DRDO, SFC અને સશસ્ત્ર દળોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે મિસાઈલનો સફળ વિકાસ અને ઇન્ડક્શન સશસ્ત્ર દળો માટે એક ઉત્તમ બળ ગુણક બની રહેશે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ R&Dના સચિવ અને DRDOના અધ્યક્ષ ડૉ. સમીર વી કામતે સફળ ફ્લાઇટ ટેસ્ટ માટે SFC અને DRDOના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

LEAVE A REPLY