ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા આર્ડેને ચેતવણીભર્યા સૂરમાં જણાવ્યું હતું કે, વિશ્વભરમાં પ્રવર્તમાન રસીકરણ પ્રક્રિયાની મૂલવણી ચાલુ છે ત્યારે ન્યૂઝીલેન્ડની સરહદો લગભગ આખું વર્ષ (2021)નું બંધ રહેવાની શક્યતા છે. તેણીએ જણાવ્યું હતું કે, ન્યૂઝીલેન્ડમાં બે મહિના કરતા વધુ સમયમાં સમુદાય સંક્રમણનો પહેલો કેસ દર્શાવે છે કે કોરોના ભય હદુ ચાલુ છે. આ જ કારણે ગત માર્ચથી બંધ દેશની સરહદો ન્યૂઝીલેન્ડમાં પાછા ફરતા તેના નાગરિકો સિવાય અન્યો બંધ જ રહેશે.
વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, કોરોના કાબૂમાં રાખવા કે દૂર રાખવામાં મહદ અંશે સફળ રહેલા, ઓસ્ટ્રેલિયા અને પેસિફીક આઇલેન્ડ દેશો માટે “ટ્રાવેલ બબલ્સ” વ્યવસ્થા ચાલુ રહેશે. જોકે, કીવીઝ નાગરિકો માટે ક્વોરન્ટાઇન મુક્ત પ્રવાસ ઓસ્ટ્રેલિયાએ સસ્પેન્ડ કર્યો ત્યારે “ટ્રાવેલ બબલ્સ” વ્યવસ્થા સામે પ્રશ્નો ઉભા થયા હતા. ઓર્ડેને જણાવ્યું હતું કે, યુરોપથી તાજેતરમાં પાછા ફરેલા 56 વર્ષના કીવીઝ નાગરિકની હાલત કાબૂમાં છે. તેણીએ કીવીઝ નાગરિકો સામે ફરીથી ક્વોન્ટાઇન લાદવા માટે ઓસ્ટ્રેલિયાની ટીકા કરી હતી.