કોરોના વાયરસનો પ્રકોપ અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. દેશમાં છેલ્લા બે મહિના કરતા પણ વધારે સમયથી લોકડાઉન લાગુ હોવા છતા પણ કોરોના વાયરસના સંક્રમણનો આંકડો બે લાખની નજીક પહોંચી રહ્ઓ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે સોમવાર સવાર સુધીમાં દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 190535 સુધી પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાકમાં 8392 નવા કેસ નોંધાયા છે.
જોકે એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ 48.19 ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 4835 લોકો સ્વસ્થ્ય થયા છે. આ સાથે જ આ આંકડો વધીને 91819 સુધી પહોંચી ગયો છે.
જ્યારે છેલ્લા 24 કલાકમાં 230 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને 5394 સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે સોમવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના 93322 એક્ટિવ કેસ છે.
મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 67655 કેસ નોંધાયા છે જ્યારે 2487 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ 22333 કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી 173 લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં 19844 કેસ નોંધાયા છે જ્યારે 473 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં 16794 લોકો સંક્રમણમાં આવ્યા છે 1038 લોકોના મોત થયા છે.
દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 6166904 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 372023 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 2641297 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે 3153584 કેસ એક્ટિવ છે. ભારત દેશમાં સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં નવમાં ક્રમાંક પર પહોંચી ગયો છે. જ્યારે સ્વસ્થ્ય થયેલા દર્દીઓની યાદીમાં ભારત અમેરિકા, બ્રાઝીલ, જર્મની, રશિયા, ઈટાલી, સ્પેન, તુર્કી, ઈરાન બાદ 10માં ક્રમ પર છે.