પ્રતિક તસવીર

નેટવેસ્ટ બેન્ક સહિતના અગ્રણી લેન્ડર્સે યુકેના ફુગાવામાં અણધાર્યા ઘટાડા પછી તેમના મોરગેજ દરમાં ઘટાડો કર્યો છે અને આગામી દિવસોમાં અન્ય બેન્કો પણ તેમને અનુસરશે. નેટવેસ્ટે તેના ફિક્સ રેસિડેન્સીયલ અને બાય-ટુ-લેટ ડીલ્સમાં 0.31 ટકા સુધીના વ્યાજ દર ઘટાડાની જાહેરાત કરી હતી.

આમ નેટવેસ્ટમાં પાંચ-વર્ષના ફિક્સ્ડ-રેટ  મોરગેજ માટે 5.14%નો દર આપશે. તો વર્જિન મની 4.97ના દરે અને યોર્કશાયર બિલ્ડિંગ સોસાયટી 4.99%ના દરે પાંચ વર્ષના મોરગેજ આપે છે. છેલ્લે આ ડીલ જૂનમાં મળતી હતી. નવા મોરગેજ ડીલમાં બેન્ક ઓફ આયર્લેન્ડ યુકે અને લાઇવમોર કેપિટલે પણ ઘટાડો કર્યો છે. તાજેતરના ઘટાડાથી ઘર ખરીદનારાઓ અને નવા ડીલ સાથે રીમોર્ગેજ કરવાની આશા રાખનારાઓ માટે પરિસ્થિતિમાં સુધારો થશે.

LEAVE A REPLY