જૂન, 2016માં યુરોપિયન યુનિયનના લોકમત બાદ યુકેમાં નેટ ઇમીગ્રેશન ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યું છે અને અન્ય દેશમાં આવતા લોકોની સંખ્યા પણ રેકોર્ડ ઉંચી સપાટીએ છે. ચીન અને ભારતના વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. લગભગ 313,000 જેટલો વધારો, યુનિવર્સિટીઓ અને કૉલેજોમાં આવતા ઇયુ બહારના વિદ્યાર્થીઓ અને અહિં કામ કરવા આવેલા લોકોના કારણે છે.
જ્યારે નિષ્ફળ એસાયલમ સિકર્સ અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દૂર કરાવનુ પ્રમાણ સૌથી નીચા સ્તરે હતું. નેટ ઇમીગ્રેશનનું પ્રમાણ માર્ચ મહિનામાં 92,000 જેટલું વધીને 313,000ની સપાટીએ પહોંચ્યું હતું. જે 2016માં 326,000 ની સપાટીએ રહ્યું હતું.
ઇયુમાંથી થતું ચોખ્ખું સ્થળાંતર 62,000થી ઘટીને 58,000 થઈ ગયું છે. જ્યારે EUની બહારથી થતું નેટ ઇમીગ્રેશન 213,000થી વધીને 316,000ની સપાટીએ ગયું છે જે 45 વર્ષ પહેલા રેકોર્ડ્સ શરૂ થયા પછીનુ આ ઉચ્ચતમ સ્તર છે.