FILE PHOTO:REUTERS/Denis Balibouse/File Photo

ભારતમાં વેચવામાં આવતી નેસ્લેની બે બેબી-ફૂડ બ્રાન્ડ્સમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે યુનાઇટેડ કિંગડમ, જર્મની, સ્વિટ્ઝર્લૅન્ડ અને અન્ય વિકસિત દેશોમાં આવી પ્રોડક્ટ્સ ખાંડ-મુક્ત હોય છે, એમ પબ્લિક આઇના ઇન્વેસ્ટિગેશનમાં જણાવાયું છે.

અહેવાલમાં જણાવાયું છે કે  વિશ્વની સૌથી મોટી કન્ઝ્યુમર ગૂડ્સ કંપની નેસ્લે સ્થૂળતા અને ક્રોનિક રોગોને રોકવા માટેની આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરીને ઘણા દેશોમાં શિશુ દૂધ અને સિરિયલ પ્રોડક્ટ્સમાં ખાંડ અને મધ ઉમેરે છે. આ ઉલ્લંઘન ફક્ત એશિયન, આફ્રિકન અને લેટિન અમેરિકન દેશોમાં જ જોવા મળ્યું હતું. ભારત સરકારે આ રિપોર્ટની નોંધ લીધી છે અને બેબી-ફૂડ પ્રોડક્ટ્સ સામેના આરોપોની તપાસ કરી રહી છે.

તારણો દર્શાવે છે કે ભારતમાં તમામ 15 સેરેલેક બેબી પ્રોડક્ટ્સમાં દરેક સર્વ દીઠ સરેરાશ 3 ગ્રામ ખાંડ હોય છે. આ જ પ્રોડક્ટસ જર્મની અને યુકેમાં ખાંડ વગર વેચવામાં આવે છે, જ્યારે ઈથોપિયા અને થાઈલેન્ડમાં તેમાં લગભગ 6 ગ્રામ ખાંડ હોય છે

નેસ્લેએ 2022માં ભારતમાં ₹20,000-કરોડથી વધુ મૂલ્યના સેરેલેક ઉત્પાદનોનું વેચાણ કર્યું હતું.નિષ્ણાતો કહે છે કે ખાંડ ખૂબ જ એડિક્ટિવ છે. બેબી પ્રોડક્ટમાં એડેડ ખાંડ  જોખમી અને બિનજરૂરી પ્રથા છે.આરોગ્ય મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે અભ્યાસના તારણો વૈજ્ઞાનિક પેનલની સામે રજૂ કરવામાં આવશે.

જો કે, નેસ્લે ઈન્ડિયા લિમિટેડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપનીએ છેલ્લાં પાંચ વર્ષમાં તેના ઇન્ફન્ટ સિરિયલ પોર્ટફોલિયોમાં એડેડ ખાંડની કુલ માત્રામાં 30% ઘટાડો કર્યો છે અને ખાંડનું પ્રમાણ ઘટાડવા માટે તે પ્રોડક્ટ્સની “સમીક્ષા” અને “સુધારણા” કરવાનું ચાલુ રાખે છે. અમે બાળપણ માટે અમારી પ્રોડકટ્સની પોષક ગુણવત્તામાં વિશ્વાસ રાખીએ છીએ અને ઉચ્ચ ગુણવત્તાવાળા ઘટકોનો ઉપયોગ કરવાને પ્રાથમિકતા આપીએ છીએ

LEAVE A REPLY