24 માર્ચ એટલે કે એ તારીખ જ્યારે કાઠમાંડુથી એવરેસ્ટ બેઝ કેમ્પ માટે લુમ્બા જનારી ફ્લાઈટ્સ પુરી રીતે બંધ કરી દેવાઈ. આ એ સમય હતો જ્યારે એવરેસ્ટ પર ચઢવાની સિઝન શરૂ થવાની હતી. એક- બે દિવસમાં જ સરકાર પરિમટ આપવાનું શરૂ કરવાની હતી. ત્રણ સપ્તાહ માટે નેપાળમાં લોકડાઉનની જાહેરાત થઈ અને તમામ માઉન્ટેન એક્સપીડિશન પર પ્રતિબંધ લગાવી દેવાયો. જેમાં એવરેસ્ટ પણ સામેલ હતો. નેપાળમાં આવું પહેલી વખત બન્યું છે. પહેલી વખત જ્યારે દેશમાં એક પણ વિદેશી ટૂરિસ્ટ નથી. નહીં તો ભૂકંપ દરમિયાન પણ વિદેશી હાજર હતા. ઘણા બધા વિદેશી લોકો અને એનજીઓ અહીંયા રીહેબિલિટેશનમાં મદદ કરવા માટે આવી ગયા હતા.
એવરેસ્ટ બેઝ કેમ્પ આખો ખાલી છે. આ વર્ષે સિઝન શરૂ થઈ શકી નથી. ગત વર્ષે મે મહિનાના અંતમાં સિઝન ખતમ થવા પર ક્લાઈમ્બર્સ, શેરપા અને ગ્રાઉન્ડ સ્ટાફ પાછા આવી ગયા હતા. જૂનમાં વસંત ખતમ થતાની સાથે જ બરફ ઓગળવા માંડે છે અને લપસણા રસ્તામાં ચઢાણ કરવું ખતરનાક થઈ જાય છે.અહીંયા સરકાર ક્લાઈંબિગ માટે 75 દિવસનું પરમિટ આપે છે. નેપાળ સરકારને અલગ અલગ પર્વતો પર ચઢાણના શોખીન દ્વારા દર વર્ષે આપણા જીડીપીને 4% રેવેન્યૂ મળે છે. આ વર્ષે એટલે કે 2020માં 2 મિલિયન, એટલે કે લગભગ 20 લાખ પર્યટકોના આવવાનો સરકારી ટાર્ગેટ હતો.
આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે કોરોનાના કારણે ટુરિઝમને 150 બિલિયન નેપાળી રૂપિયા એટલે કે 9000 કરોડ ભારતીય રૂપિયાનું નુકસાન થશે. જેમાં એરલાઈન,હોટલ, ટ્રાવેલ, ટ્રેકિંગ, એક્સપીડિશન અને ખાવા-પીવાનું બધું સામેલ છે. એટલું જ નહીં લોકડાઉનના કારણે 11 લાખ લોકોની નોકરી જોખમમાં છે. આમા એવા શેરપા પણ સામેલ છે જે આખું વર્ષ એ 75 દિવસની રાહ જોતા હોય છે જ્યારે તે એક ગાઈડ તરીકે વિદેશીઓ સાથે એવરેસ્ટ પર ચઢાણ કરે છે અને વર્ષભર માટે પૈસા ભેગા કરે છે.
આ વખતે પણ એપ્રિલમાં શરૂ થનારી સિઝનની તૈયારી પુરી થઈ ગઈ હતી. બેઝ કેમ્પથી સૌથી નજીક જે શેરપાનું ગામ છે તેનું અંતર 20 કિમી જેટલું છે. નામ છે ખારખોલા. લોઅર એવરેસ્ટ વિસ્તારના આ ગામમાંથી બેઝ કેમ્પ પહોચવામાં સામાન્ય રીતે 6-7 કલાક લાગે છે, પરંતુ શેરપાઓ માટે 3 થી 4 કલાકનું કામ છે. આંન્ગ દાવા શેરપા અને તેમની પત્ની પસાંગ ફૂચી શેરપા આ ગામમાં તેમના બે બાળકો સાથે રહે છે. આન્ગ દાવા 9 વખત એવરેસ્ટ ચઢી ચુક્યા છે. જ્યારે તેમના પત્નીએ ગત વર્ષે પહેલી વખત એવરેસ્ટનું ચઢાણ કર્યું હતું
આ વર્ષે પણ બન્ને એવરેસ્ટ જવાના હતા, ઘણા વિદેશી પર્યટકો સાથે વાત પણ થઈ રહી હતી. પણ હવે તેઓ તેમના ગામે પાછા આવી ગયા છે. સરકારે કોરોના અંગે જ્યારે તમામ ક્લાઈબિંગ એક્ટિવિટી પર પ્રતિબંધ લગાવી દીધો તો બન્નેએ આ વર્ષે ખેતી કરવાનું નક્કી કર્યું.તેમણે કીવીની ખેતીકકરી છે. ગામના મોટા ભાગના શેરપા પણ ખેતીમાં લાગી ગયા છે.