બોલીવૂડની પીઢ અભિનેત્રી અને રણબીર કપૂરની માતા નીતુ સિંઘ–કપૂરે તાજેતરમાં એક ખૂબ જ મોંઘેરી કાર ખરીદી છે. તેમણે લક્ઝરી સેગમેન્ટમાં મર્સિડીઝ મેબેક GLS 600 કાર ખરીદી છે. એડવાન્સ ફીચર્સ ધરાવતી આ કારની કિંમત અંદાજે રૂ. 2.92 કરોડ છે. ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં આ નવી બ્રાન્ડ– નવી કારનો વીડિયો જોવા મળ્યો હતો. મર્સિડીઝ–બેન્ઝ મેબેક GLS જર્મન ઓટોમેકરની સૌથી વધુ લક્ઝ્રુરિયસ SUV છે.
આ મોંઘેરી કાર અર્જુન કપૂર, આયુષ્માન ખુરાના અને રણવીર સિંહ સહિત અનેક બોલીવૂડ હસ્તીઓ પાસે પણ છે. આ મેબેક હેઠળની પ્રથમ SUV છે. અને એમાં વેન્ટિલેટેડ મસાજ સીટ્સ, ઇલેક્ટ્રોનિક સ્લાઇડિંગ પેનોરામિક સનરૂફ, 12.3 ઇન્ચ ડ્યુઅલ–સ્ક્રીન ડિસ્પ્લે અને લાઇટિંગના વિવિધ વિકલ્પોની સાથે લક્ઝુરિયસ આરામ અને ટેક્નિકલ ખૂબીઓ ધરાવે છે.
આ સિવાય કારમાં પાછળ બેસનારા તેમાં ખાસ વ્યવસ્થા છે. આ SUVમાં ગ્રાહકો બેક્સીટ ટેબ્લેટ સ્ક્રીન રિયર સીટસ મળે છે, જેની મદદથી પાછળ બેઠેલા પેસેન્જર સરળતાથી કારના અનેક ફીચર્સને એક્સેસ કરી શકે છે. નીતુ કપૂરને છેલ્લે 2022માં અનિલ કપૂરની સાથે ફિલ્મ જુગ જુગ જિયોમાં જોવા મળ્યા હતા. તેઓ હવે મિલિંદ ધાયમડે દ્વારા દિગ્દર્શિત લેટર ટુ મિ. ખન્ના ફિલ્મ જોવા મળશે.