ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પત્ની અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં સૌથી વધુ ટ્રોફી જીતનાર મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણીએ આઇપીએલના વિશ્વના દરેક ક્રિકેટપ્રેમીએ સુધી આઇપીએલને પહોંચાડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. અહી ઉલ્લેખનીય છે કે રિલાયન્સે આઇપીએલના મીડિયા રાઇટ્સની હરાજીમાં પાંચ વર્ષ માટે તેના ડિજિટલ રાઇટ્સ ખરીદ્યા છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર નીતા અંબાણીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ક્રિકેટ અને આઈપીએલ શ્રેષ્ઠ રમત અને ભારતની સર્વશ્રેષ્ઠતાને વ્યક્ત કરે છે, તેથી જ આ મહાન રમત અને આ લીગ સાથે અમારૂં ટાઈ-અપને વધુ ગાઢ બનાવતા ગર્વ અનુભવીએ છીએ. તેમણે જણાવ્યું હતું કે રમતગમત આપણું મનોરંજન કરે છે, આપણને પ્રેરણા આપે છે અને આપણને એક સાથે લાવે છે. ક્રિકેટ અને આઈપીએલ શ્રેષ્ઠ રમત અને ભારતની સર્વશ્રેષ્ઠતાને પ્રતિબિંબિત કરે છે, તેથી જ અમે આ મહાન રમત અને આ અદ્દભૂત લીગ સાથેના અમારા જોડાણને વધુ ગાઢ બનાવવામાં ગર્વ અનુભવીએ છીએ. અમે જે કંઈ કરીએ છીએ તેની જેમ જ, અમારું મિશન ક્રિકેટ ચાહકો જ્યાં પણ હોય ત્યાં – અમારા દેશના દરેક ભાગમાં અને વિશ્વભરમાં IPLનો આનંદદાયક અનુભવ પહોંચવાનો છે.