ભારતના એથ્લેટ નીરજ ચોપરાએ હંગેરીના બુડાપેસ્ટમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાલા ફેંક (જેવેલિન થ્રો) માં રવિવારે (27 ઓગસ્ટ) ભારત માટે આ ઈવેન્ટનો પહેલો ગોલ્ડ મેડલ હાંસલ કરી ઈતિહાસ સર્જ્યો હતો.
નીરજે 88.17 મીટરના થ્રો સાથે આ સિદ્ધિ હાંસલ કરી હતી. નીરજ જેવેલીન થ્રોમાં ઓલિમ્પિક્સમાં પણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ રીતે, જેવલિન થ્રોમાં એક જ સમયે ઓલિમ્પિક ગોલ્ડ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ ગોલ્ડ મેડલ ધારક હોય તેવો વિશ્વનો ફક્ત બીજો જેવેલિન થ્રોઅર બન્યો છે. નીરજના નજીકના હરીફ, પાકિસ્તાનના અરશદ નદીમે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો.