(ANI Photo)

વિક્રમજનક ત્રીજી મુદત માટે સત્તા સંભાળવા સજ્જ બનેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વિકસિત ભારતના નિર્માણ માટે રાજ્યમાં કયા પક્ષની સરકારને છે તેના ધ્યાનમાં રાખ્યા વગર તમામ રાજ્યો સાથે કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

2024ની લોકસભા ચૂંટણીના પરિણામો પછીના તેમના પ્રથમ ભાષણમાં મોદીએ ત્રીજી મુદત માટે તેમનું વિઝન રજૂ કર્યું હતું અને કહ્યું હતું કે તેમનો આ કાર્યકાળ મોટા નિર્ણયોનો કાર્યકાળ હશે અને ભ્રષ્ટાચારને જડમૂળથી દૂર કરવાની બાબતને પ્રાધાન્ય આપશે. ભ્રષ્ટાચાર સામેની લડાઈ દિવસેને દિવસે વધુ આકરી બનશે. રાજકીય સ્વાર્થ માટે ભ્રષ્ટાચારને નિર્લજ્જતાથી વખાણવામાં આવી રહ્યો છે. અમારી ત્રીજી ટર્મમાં NDA તમામ પ્રકારના ભ્રષ્ટાચારને જડમૂળથી દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

મોદીના ભાષણમાં લોકસભામાં ભાજપની ઘટેલી સંખ્યાનો ઉલ્લેખ ન હતો, પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં “ક્લીન સ્વીપ” તેમજ મધ્યપ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ, ઓડિશા, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં લોકસભાની જીત પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

બીજેપી હેડક્વાર્ટર ખાતે મોદીનું વિજય ભાષણમા રાજકારણની જગ્યાએ સરકારના ભાવિ રોડમેપ પર વિશે। ભાર મૂકાયો હતો. તેમણે જણાવ્યું હતું કે આપણું બંધારણ અમારો માર્ગદર્શક સિદ્ધાંત રહેશે. હું ખાતરી આપવા માંગુ છું કે ભારતને વિકસિત દેશ બનાવવાના અમારા સંકલ્પ તરફ કામ કરવા માટે કેન્દ્ર તમામ રાજ્યો સાથે મળીને કામ કરશે, પછી ભલેને ત્યાં સત્તામાં કોઈ પણ પક્ષ હોય.

વડાપ્રધાન બીજેપી હેડક્વાર્ટર ખાતે પહોંચ્યાં ત્યારે સેંકડો સમર્થકોએ ‘મોદી, મોદી’ ના નારા લગાવીને તેમનું સ્વાગત કર્યું હતું. મંચ પર ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ અને અમિત શાહે તેમનું સ્વાગત કર્યું હતું. મોદીએ તેમના ભાષણની શરૂઆત ‘જય જગન્નાથ’થી કરી હતી અને પ્રથમ વખત ભાજપને સ્પષ્ટ જનાદેશ આપવા બદલ ઓડિશાના લોકોનો આભાર માન્યો હતો.

 

LEAVE A REPLY