
મહારાષ્ટ્રની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) લેસ્બિયન, ગે, બાયોસેક્યુઅલ એન્ડ ટ્રાન્સજેન્ડર (LGBT) સેલની લોન્ચ કરનારી દેશની પ્રથમ પાર્ટી બની છે. પક્ષે સોમવારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. ન્યૂઝ એજન્સી અનુસાર મહારાષ્ટ્રમાં NCPના અધ્યક્ષ જયંત પાટિલ અને સાંસદ સુપ્રિયા સુલેએ LGBT સેલની શરૂઆત કરી હતી. આ પ્રસંગે સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું કે LGBT માટે મને જરૂર લાગી કે તેમને સમાન અધિકાર મળવો જોઈએ. એ માટે તેમનો એક અલગ સેલ બનાવવામાં આવ્યો છે.
