REUTERS/Dado Ruvic/Illustration/File Photo

નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ એન્ટરટેઇનમેન્ટ કંપની ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈસીસઅને કલ્વર મેક્સ એન્ટરટેઈનમેન્ટ (અગાઉ સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઈન્ડિયા તરીકે ઓળખાતી હતી) વચ્ચેના 10 બિલિયન ડોલરના મેગા મર્જરને ગુરુવારે મંજૂરી આપી હતી. 

એનસીએલટીની મુંબઈ બેન્ચના વડા એચ.વી. સુબ્બારાવ અને મધુ સિંહાની બેન્ચે આ આદેશ આપ્યો હતો. આ સાથે 10 બિલિયન ડોલરની મીડિયા કંપનીનાં સર્જનનો માર્ગ મોકળો થઈ ગયો છે, જે દેશમાં સૌથી મોટી હશે. મર્જર અંગેના તમામ વાંધા ટ્રિબ્યુનલે ફગાવી દીધાં હતાં. એનસીએલટીએ ગત 11 જુલાઈએ અનેક લેણદારો વિરોધને પગલે આદેશ અનામત રાખ્યો હતો. તેણે એક્સિસ ફાઈનાન્સ, જેસી ફ્લાવર એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની, આઈડીબીઆઈ બેન્ક, આઈમેક્સ કોર્પ અને આઈડીબીઆઈ ટ્રસ્ટીશિપની દલીલો સાંભળી હતી.  

ડિસેમ્બર 2021માં ઝી અને સોની વચ્ચે મર્જર અંગે સંમતિ થઈ હતી. બન્નેએ એનએસઈ-બીએસઈ, સેબી અને અન્ય સંબંધિત રેગ્યૂલેટર્સ તરફથી મંજૂરી મેળવ્યા બાદ ટ્રિબ્યુનલનો સંપર્ક કર્યો હતો.  પરંતુ ઉપરોક્ત ક્રેડિટર્સે વાંધો ઉઠાવતા ટ્રિબ્યુનલમાં મામલો અટવાઈ ગયો હતો. ઝી-એસ્સેલ ગ્રુપના અનેક ધિરાણદારોએ આ મર્જરનો વિરોધ કર્યો હતો.  

એનએસઈ અને બીએસઈએ એનસીએલટીની મુંબઈ બેન્ચને માહિતી આપી હતી કે એસ્સેલ ગ્રુપની એન્ટિટી સંબંધિત બે આદેશમાં ઝીના પ્રમોટરોએ લિસ્ટેડ એન્ટિટીમાંથી ફંડ ડાઈવર્ટ કર્યું હતું અને એસોસિએટ કંપનીઓને આપી દીધું હતું. સિક્યુરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ (SAT)એ ઝીના પુનિત ગોયેન્કા અને સુભાષચંદ્રાને મહત્વના પદ પર ન રહેવાના કરેલા આદેશનો પણ તેમાં સમાવેશ હતો

LEAVE A REPLY