(ANI Photo)
જાણીતા અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી અને તેના પરિવારનો તાજેતરમાં દાયકા જૂના એક છેડતીના કેસમાં નિર્દોષ છુટકારો થયો છે. નવાઝુદ્દીન સિદ્દીકીની  પત્ની આલિયા સિદ્દીકીએ દસેક વર્ષ અગાઉ તેની અને તેના પરિવાર વિરુદ્ધ જાતીય શોષણનો કેસ નોંધાવ્યો હતો.
તાજેતરમાં જ 49 વર્ષના આ અભિનેતા  અને તેમના પરિવારજનોને કોર્ટમાંથી ક્લીન ચિટ મળી છે. ધ સ્પેશિયલ  પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (પોસ્કો) કોર્ટે  આ ઘટના અંગે પોલીસે આપેલો ક્લોઝર રીપોર્ટ સ્વીકાર્યો હતો, જેમાં નવાઝુદ્દીન અને અન્ય ચાર આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. આલિયાને કરેલા આક્ષેપની સ્પષ્ટતા કરવા સહિત ઘણીવાર તેને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો,  પરંતુ તે હાજર રહેવામાં પણ નિષ્ફળ ગઇ હતી. આથી વિશેષ ન્યાયમૂર્તિએ ક્લોઝર રીપોર્ટને  સ્વીકારીને પરિવારને નિર્દોષ છોડ્યો હતો.

LEAVE A REPLY