PAKISTAN-CORRUPTION-PANAMA-SHARIF-POLITICS
(Photo by AAMIR QURESHI/AFP via Getty Images)

ઈસ્લામાબાદ હાઈકોર્ટે મંગળવારે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના સુપ્રીમો અને ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને અલ-અઝીઝિયા સ્ટીલ મિલ ભ્રષ્ટાચાર કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતાં.

નવાઝ શરીફ આગામી ચૂંટણીમાં વડાપ્રધાન તરીકે રેકોર્ડ ચોથી ટર્મ પર નજર રાખીને બેઠા છે ત્યારે આ ચુકાદાનું વિશેષ મહત્ત્વ છે. 73 વર્ષીય શરીફને ડિસેમ્બર 2018માં ભ્રષ્ટાચાર વિરોધી અદાલતે સાત વર્ષની જેલની સજા અને જંગી દંડ ફટકાર્યો હતો. આ સ્ટીલ મિલ 2001માં તેમના પિતાએ સાઉદી અરેબિયામાં સ્થાપી હતી.

અગાઉ એવેનફિલ્ડ કેસમાં શરીફને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યાં હતા. આ કેસમાં તેમને જુલાઈ 2018માં દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને દસ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. પાકિસ્તાનના ત્રણ વખત વડાપ્રધાન બનેલા નવાઝ શરીફ ઓક્ટોબરમાં દેશમાં પરત આવ્યાં હતા. પાકિસ્તાનમાં ફેબ્રુઆરી 2023માં રાષ્ટ્રીય ચૂંટણી યોજાવાની છે.

LEAVE A REPLY