સરકારે રાતોરાત કોરોના વાઇરસથી બચવા માટે લોકડાઉન જાહેર કરી દીધુ, જેને પગલે હજારો મજૂરો પોતાના ગામ કે શહેર ન જઇ શક્યા. તેથી અનેક મજૂરો પગપાળા જ ચાલવ્યા લાગ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે એવા અહેવાલો છે કે મહારાષ્ટ્ર-ગુજરાત સરહદે ત્રણ હજારથી વધુ મજૂરો ફસાયા હતા.
આ મજૂરો મુળ ગુજરાત અને રાજસ્થાનના છે. મહારાષ્ટ્ર સરકારે સરહદો સીલ કરી દીધી છે જ્યારે અન્ય રાજ્યોની સરકારો પણ ઉંઘતી રહી પરીણામે આ મજૂરો માટે સમયસર વાહનોની વ્યવસ્થા ન થતા તેઓ અટવાયા છે. અને આવી જ પરિસ્થિતિ અનેક રાજ્યોની છે.
ગુજરાત અને રાજસ્થાનના આ મજૂરો મહારાષ્ટ્રના પાલઘરમાં આવેલા એક ગામડામાં ફસાયેલા છે અને તેમની પાસે ખાવા પીવા કોઇ વિકલ્પ નહોતા, હાલ સ્થાનિકો દ્વારા મદદ કરવામાં આવી હતી. સ્થાનિક પ્રશાસન દ્વારા હવે આ મજૂરોને પરત મુંબઇ લાવવામાં આવી રહ્યા છે અને ત્યાં જ તેમના માટે ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવશે.
પોલીસના જણાવ્યા અનુસાર આ મજૂરો મુંબઇથી લઇને અનેક શહેરોમાંથી પગપાળા જ રાજસ્થાન અને ગુજરાત જવા નીકળ્યા હતા. તેમની પાસે અન્ય કોઇ જ ટ્રાન્સપોર્ટ વિકલ્પો ન હોવાથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.
ગુજરાત અને મહારાષ્ટ્ર બન્ને રાજ્યોની સરકારોએ પોત પોતાની સરહદોને હાલ સીલ કરી દીધી છે તેથી આ મજૂરોની હાલત વધુ કફોડી બની છે. તલસારી પોલિસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અજય વસાવેએ જણાવ્યું હતું કે મોટા ભાગના મજૂરો મુંબઇમાં કામ કરતા હતા અને પગપાળા જ મુંબઇથી ગુજરાત-રાજસ્થાન જવા નિકળ્યા હતા.
જોકે બોર્ડરો સીલ હોવાથી આ મજૂરો સરહદે જ અટવાયા હતા. બાદમાં આ અંગેની જાણકારી થતા તેમના માટે ખાવા પીવા રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનો દાવો પોલીસ કરી રહી છે. દિલ્હીથી હજારો મજૂરો રાતોરાત ઉત્તર ્પ્રદેશ સરહદે પહોંચ્યા હતા. આ મજૂરો ચાલતા જ ઘરે જવા નિકળ્યા હતા જ્યારે કેટલાકને એવી આશા હતી કે સરકાર તેમના માટે સરહદે બસોની વ્યવસ્થા કરશે.
ગુજરાત અને મહારાષ્ટ્ર બન્ને રાજ્યોની સરકારોએ પોત પોતાની સરહદોને હાલ સીલ કરી દીધી છે તેથી આ મજૂરોની હાલત વધુ કફોડી બની છે.
તલસારી પોલિસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અજય વસાવેએ જણાવ્યું હતું કે મોટા ભાગના મજૂરો મુંબઇમાં કામ કરતા હતા અને પગપાળા જ મુંબઇથી ગુજરાત-રાજસ્થાન જવા નિકળ્યા હતા. જોકે બોર્ડરો સીલ હોવાથી આ મજૂરો સરહદે જ અટવાયા હતા. બાદમાં આ અંગેની જાણકારી થતા તેમના માટે ખાવા પીવા રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનો દાવો પોલીસ કરી રહી છે.
દિલ્હીથી હજારો મજૂરો રાતોરાત ઉત્તર ્પ્રદેશ સરહદે પહોંચ્યા હતા. આ મજૂરો ચાલતા જ ઘરે જવા નિકળ્યા હતા જ્યારે કેટલાકને એવી આશા હતી કે સરકાર તેમના માટે સરહદે બસોની વ્યવસ્થા કરશે. દિલ્હી અને ગાઝિયાબાદ સરહદે હજારો મજૂરો એકઠા થયા હતા. અહીંના આનંદ વિહાર બસ સ્ટેશને હરિયાણા, ઉત્તર પ્રદેશ, પંજાબ સહિતના દિલ્હીના સરહદી રાજ્યોના મજૂરો એકઠા થયા હતા.
આ ઉપરાંત અહીંના ગાઝિપુરા, ગાઝિયાબાદના લાલકૌર વિસ્તારમાં હજારો મજૂરો પગપાળા જ પહોંચી ગયા હતા. તેમને એવી આશા છે કે તેમના માટે સરકાર બસોની વ્યવસ્થા કરશે. અનેક મજૂરો પુરા પરિવાર સાથે પલાયણ કરવા મજબુર થતા બસોની સંખ્યા બહુ જ મામુલી હોવાથી તેની છતો પર પણ બેસવા માટે મજબુર થયા હતા. આ ઉપરાંત બિહાર, પશ્ચિમ બંગાળ, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબમાં પણ અન્ય રાજ્યોના મજૂરો પગપાળા જ ચાલી નીકળ્યા હતા.