અમેરિકાના મિનિયાપોલિસમાં એક અશ્વેતના મોત બાદ હિંસા ભડકી ઉઠી છે. હવે સરકારે ત્યાં યુએસ નેશનલ નેશનલ ગાર્ડ તહેનાત કરી દીધા છે. સોમવારે 46 વર્ષ અશ્વેત નાગરિક જોર્જ ફ્લોયર્ડની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી જેમાં તેનું મોત થઈ ગયું હતું. તેનો વીડિયો વાયરલ થયા બાદ મિનિયાપોલિસમાં વિરોધ પ્રદર્શન શરૂ થયા અને હિંસા ભડકી ઉઠી હતી.
રિપોર્ટ્સ મુજબ, પ્રદર્શનકારીઓએ પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી હતી અને કારને આગચંપી કરી હતી. બુધવારે પોલીસે હિંસાને કાબૂ કરવા માટે ટિયર ગેસ પણ છોડ્યા હતા. કેટલાક પ્રદર્શનકારીઓએ દુકાનો લૂટફાટ પણ કરી હતી મિનિયાપોલિસ સિવાય શિકાગો, લોસ એન્જેલિસ અને મેમ્ફિસ પણ વિરોધ પ્રદર્શન થયા છે. મિનસોટાના ગવર્નર ટિમ વાલ્જે ગુરુવારે મિનિયાપોલિસ અને સેંટ પોલના મેયરની અપીલ પર નેશનલ ગાર્ડી તહેનાત કરવાની મંજૂરી આપી દીધી હતી.
સ્થિતિ પર કાબૂ મેળવવા માટે મિનિયાપોલિસ પીસટાઈમ ઈમરજન્સી જાહેર કરાઈ છે.પોલીસ પ્રવક્ત ગૈરેટ પાર્ટને મંગળવારે જણાવ્યું કે, આ મામલે 4 પોલીસકર્મીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. પોલીસ કમિશ્રન અરારંડોએ જણાવ્યું છે કે, આ અમારા શહેર અને અમારા સમાજ અને મિનિયાપોલિસ પોલીસ વિભાગ માટે યોગ્ય નિર્ણય છે.
પોલીસે જણાવ્યું છે કે, છેતરપિંડીના એક કેસમાં તપાસ દરમિયાન આરોપીને કારમાંથી બહાર કાઢવાના આદેશ આપવામાં આવ્યા હતા. બહાર કાઢ્યા બાદ જોર્જ ફ્લોયર્ડે પોલીસ અધિકારી સાથે ધક્કામુક્કી કરી હતી જેના જવાબમમાં અધિકારીઓએ તેને હથકડી લગાવીને જમીન પર પાડી દેવામાં આવ્યો હતો. પોલીસે તેના ગળા પર પગ મૂકી દીધો હતો જેને કારણે તેનું મોત થઈ ગયું હતું.