Chief Minister Bhupendra Patel's public relations officer Hitesh Pandya resigns
ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ(PTI Photo)

ગુજરાત ઓલિમ્પિક ગેમ્સનું યજમાન બનવાની તૈયારીઓ કરી રહ્યું છે. રાજ્યમાં વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ રહ્યું છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જાહેરાત કરી હતી કે 36મી નેશનલ ગેમ્સ ગુજરાતમાં આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજાશે. મુખ્યપ્રધાને ગત સપ્તાહે ટ્વીટર ઉપર આ જાહેરાત કરી હતી. નેશનલ ગેમ્સનું યજમાનપદ ગુજરતીઓ માટે ગર્વની વાત છે. આ આયોજનમાં દેશના 25 હજારથી વધુ રમતવીરો ભાગ લેશે.

મુખ્ય પ્રધાને માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે ગુજરાત આગામી 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમ્યાન નેશનલ ગેમ્સનું આયોજન કરશે. ગુજરાતની દરખાસ્ત ત્વરિત રીતે સ્વીકારી લેવા બદલ હું IOA નો આભારી છું.’

તેમણે બીજી ટ્વીટમાં જણવ્યું હતું કે, ‘ગુજરાત વિશ્વ કક્ષાના સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સુસજ્જ થયું છે અને રાજ્યના લોકોમાં સ્પોર્ટ્સ પ્રત્યે એક નવો જ ઉત્સાહ જાગ્યો છે, ત્યારે આ નેશનલ ગેમ્સ અત્યાર સુધીની શ્રેષ્ઠ બનાવવામાં ગુજરાત કોઈ કસર નહીં છોડે.