નવી દિલ્હીમાં નેશનલ વોર મેમોરિયલની મુલાકાત બાદ ચીન સાથે સંઘર્ષમાં શહીદ થયેલા ભારતના 20 સૈનિકોનો ઉલ્લેખ કરતાં અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માઇક પોમ્પિયોએ મંગળવારે જણાવ્યું હતું કે અમે તાજેતરમાં ગલવાન વેલીમાં શહીદ થયેલા સૈનિકાને શ્રદ્ધાંજલી આપીએ છીએ. ભારત અને ચીન વચ્ચે તંગદિલી પ્રવર્તે છે ત્યારે પોમ્પિયોની આ મુલાકાતનું વિશેષ મહત્ત્વ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે નેશનલ સિક્યોરિટીઝ એડવાઈઝર સાથેની 40 મિનિટની બેઠકમાં લડાખમાં ભારત અને ચીન વચ્ચેના 175 દિવસ સુધી ચાલેલી તંગદિલીની પણ ચર્ચા થઈ હતી. પોમ્પિયોએ જણાવ્યું હતું કે ભારતના સાર્વભોમત્વ અને સ્વતંત્રતાનું રક્ષણ કરવાના ભારતના પ્રયાસોમાં અમેરિકા તેની પડખે રહેશે. અમારો દેશો ઘણા મોરચે ભાગીદારીમાં વધારો કરવા માટે પ્રતિબદ્ધ છે.