હરિદ્વારમાં ધર્મસંસદમાં હિન્દુ સંતો દ્વારા મુસ્લિમો વિરુદ્ધ કથિત નિવેદનો બાદ બોલિવૂડના પીઢ અભિનેતા નસીરૂદ્દીન શાહે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જો તેમને ખબર છે કે, તેઓ શેના વિશે વાત કરી રહ્યા છે તો હું આશ્ચર્યચકિત છું. તેઓ એક ગૃહ યુદ્ધની અપીલ કરી રહ્યા છે. અમે 20 કરોડ લોકો એટલી સરળતાથી ખતમ નહીં થઈએ. અમે 20 કરોડ લોકો લડીશું. આ લડાઈ મજહબ (ધર્મ)ની રક્ષા માટે નહીં પરંતુ પોતાના પરિવાર અને ઘરોને બચાવવા માટેની હશે. ભારત અમારી માતૃભૂમિ છે અને હું એ વાતને લઈ નિશ્ચિંત છું કે, જો આ પ્રકારનું કોઈ અભિયાન શરૂ થયું તો આકરો પ્રતિરોધ થશે અને લોકોને ગુસ્સો ફાટી નીકળશે.’
પાકિસ્તાનના સરકારી બ્રોડકાસ્ટર રેડિયો પાકિસ્તાને નસીરૂદ્દીન શાહના નિવેદન મામલે ભારતની મોદી સરકારને ઘેરી હતી. રેડિયો પાકિસ્તાને પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી કરવામાં આવેલી એક ટ્વિટમાં ભારત સરકારને ફાસીવાદી સરકાર ગણાવતા લખ્યું કે, ‘પ્રખ્યાત ભારતીય અભિનેતા નસીરૂદ્દીન શાહે ફાસીવાદી મોદી સરકારને મુસલમાનોનો નરસંહાર રોકવા માટે કહ્યું છે અને ચેતવણી આપી છે કે, અલ્પસંખ્યકોનું ઉત્પીડન દેશને ગૃહ યુદ્ધ તરફ લઈ જશે.’