NASA's 'Moon to Mars' program will be headed by an Indian American engineer
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકામાં વસતા ભારતીયો માટે એક ગર્વના સમાચાર છે. ઇન્ડિયન અમેરિકન સોફ્ટવેર અને રોબોટિક્સ એન્જિનીયર અમિત ક્ષત્રિયને નાસા દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલા ‘મૂન ટુ માર્સ’ પ્રોગ્રામની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ મંગળ પર માનવોની મુલાકાત માટે તૈયારીમાં મદદ કરશે.

અમિત ક્ષત્રિય તાત્કાલિક અસરથી મિશન માટે નાસાના ફર્સ્ટ હેડ તરીકે કામ કરશે. નાસાએ ગુરુવારે જણાવ્યું હતું કે, મિશનનો હેતુ ચંદ્ર અને મંગળ પર માનવજાતની શોધખોળ સંબંધી પ્રવૃત્તિઓને વેગ આપવાનો છે. તેઓ ચંદ્ર અને મંગળના મિશનના પ્રોગ્રામની યોજના અને અમલીકરણનું કામ કરશે. ૨૦૦૩માં સ્પેસ પ્રોગ્રામથી કારકિર્દીની શરૂઆત કરનાર ક્ષત્રિયએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં સોફ્ટવેર એન્જિનિયર, રોબોટિક્સ એન્જિનિયર અને સ્પેસક્રાફ્ટ ઓપરેટર તરીકે કામ કર્યું હતું.

LEAVE A REPLY