અમેરિકાની અવકાશ એજન્સી નાસાના પર્સીવિયરન્સ રોવરે ગુરૂવારે રાતે મંગળ ગ્રહ પર સફળ ઉતરાણ કર્યું હતું. નાસાએ ટ્વીટરના માધ્યમથી પર્સીવિયરન્સ રોવરે મંગળ ગ્રહની સપાટી પર સફળ ઉતરાણ કર્યું હોવાની માહિતી આપી હતી.
નાસાના લીડ ગાઇડન્સ એન્ડ ઓપરેશન્સ સ્પેશ્યાલિટી કંટ્રોલ રૂમમાંથી જાહેરાત કરી હતી કે ટચડાઉનને પુષ્ટી મળી છે. પરર્સેવરન્સ મંગળની ધરતી પર સુરક્ષિત છે.
આ રોબોટિક યાન આશરે સાત મહિના અવકાશમાં ફર્યું છે. તેને 293 મિલિયન માઇલ (472 મિલિયન કિમી)નું અંતર કાપીને મંગળના વાતાવરણમાં પ્રતિકલાક 12,000 માઇલ (પ્રતિકલાક 19,000 કિમી)ને ઝડપી પ્રવેશ્યું હતું.
મંગળની ધરતી પર ઉતરાણની થોડી ક્ષણોમાં તેને બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર મોકલી હતી. રોવરના સફળ લેન્ડિંગના કારણે નાસાના વૈજ્ઞાનિકો અને કર્મચારીઓમાં આનંદ વ્યાપી ગયો હતો. નાસાનો આ પ્રયત્ન લાલ ગ્રહ પર મનુષ્યને વસાવવાની યોજના માટે મહત્વનું પગલું છે. પર્સેવરન્સ રોવરે મંગળ પર સફળ લેન્ડિંગ કર્યું ત્યાર બાદ કાર્યકારી વડા સ્ટીવ જુરસિકએ પોતાની ટીમને શુભેચ્છા પાઠવી હતી.
પર્સેવરન્સ રોવરને 30 જુલાઈ, 2020ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ રોવર મંગળ ગ્રહની સપાટી પર સૂક્ષ્મજીવોના અસ્તિત્વની શોધ કરશે અને સાથે જ તૂટેલી પહાડીઓ, ધૂળના નમૂના એકત્રિત કરશે. આ નમૂનાઓને આગામી સમયમાં વધુ એક અભિયાન દ્વારા ધરતી પર લાવવામાં આવશે.
બીજા અભિયાન દ્વારા આ નમૂનાઓને 2031ના વર્ષમાં ધરતી પર લાવવામાં આવશે. પર્સેવરન્સ રોવર મંગળ ગ્રહ પર ભૂવિજ્ઞાન અને જળવાયુની શોધ કરશે અને તે નાસાનું પાંચમું રોવર છે. રોવરની ઝડપ ઘટાડવા પેરાશૂટની મદદ લેવાઈ નાસાએ 220 કરોડ ડૉલરના ખર્ચે તૈયાર થયેલા કાર જેવા આકારના સ્પેસક્રાફ્ટના લેન્ડિંગનું લાઇવ પ્રસારણ કર્યું હતું. 12,000 માઇલ પ્રતિ કલાકની ઝડપે સફર કરી રહેલા આ રોવરની ઝડપ ઘટાડવા એક સુપરસોનિક પેરાશૂટનો ઉપયોગ કરાયો હતો. આ ઝડપે માત્ર 15 મિનિટમાં લંડનથી ન્યૂયોર્ક પહોંચી શકાય છે.