અમેરિકન સ્પેસ એજન્સી-નાસાનું આર્ટેમિસ-1 મૂન મિશનનું લોંચિંગ સોમવારે ગણતરીના કલાકો પહેલા મોકૂફ રખાયું હતું. તેના ચારમાંથી એક એન્જિનમાં ખામી ઊભી થતાં આ નિર્ણય લેવાયો હતો. આ માનવરહિત આર્ટેમિસ-1 મિશન હવે તમામ ખામી દૂર કરીને 2 અથવા 5 સપ્ટેમ્બરે ચંદ્ર પર મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે.
ફ્લોરિડામાં કેનેડી સ્પેસ સેન્ટર નજીકના બીચ પાસે આ લોંચિંગ નિહાળવા વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ સહિત હજ્જારો લોકો એકત્ર થયા હતા. એપોલો 17ના અવકાશયાત્રીઓએ છેલ્લે ચંદ્ર પર પગ મૂકયો તેના 50 વર્ષ પછી આ મિશન હાથ ધરાયું છે. નાસા આર્ટેમિસ મૂન મિશન દ્વારા ફરીથી એકવાર ચંદ્ર પર મનુષ્યોને મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આ મિશનમાં નાસા મેગારોકેટ દ્વારા ઓરિયન ક્રુ કેપ્સ્યુલ ચંદ્ર પર મોકલવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેની સાથે અંતરિક્ષમાં કેટલાક સેટેલાઇટ્સ પણ મોકલવામાં આવશે.
આયોજન પ્રમાણે બધું પાર પડ્યું તો સ્પેસ લોંચ સિસ્ટમ (SLS) રોકેટ 2024 સુધીમાં આર્ટેમિસ-2 પણ લોંચ કરાશે. તેમાં કેટલાક અવકાશયાત્રીઓ પણ મોકલવામાં આવશે, પરંતુ તેઓ ચંદ્ર પર જઇ શકશે નહીં. તેઓ ફક્ત ચંદ્રની આસપાસ ફરીને પરત આવશે. નાસાનું લક્ષ્ય 2025ના અંત સુધીમાં ચંદ્રની ધરતી પર બે લોકોને મોકલવાનું છે. આ SLS-ઓરિયન કોમ્બો 98 મીટરની ઉંચાઇએ ઊભું છે, જે 1960 અને 1970 ના દાયકાના એપોલો મૂન પ્રોગ્રામના યુએસ સ્પેસ એજન્સીના નવા સફળ કેન્દ્રસ્થાને છે.
વિશ્વના સૌથી શક્તિશાળી, જટિલ રોકેટ તરીકે SLSએ શિત યુદ્ધના યુગની અમેરિકન-સોવિયેત અવકાશ સ્પર્ધામાંથી ઊભી થયેલી એપોલોની સેટર્ન Vએ ઉડાન ભરી ત્યારથી નાસા દ્વારા નિર્માણ કરવામાં આવેલી સૌથી મોટી નવી ઊભી લોંચ સીસ્ટમ રજૂ કરે છે. પ્રથમ બે આર્ટેમિસ મિશન સફળ થાય, તો નાસાનું 2025ની શરૂઆતમાં ચંદ્રની સપાટી પર પગ મૂકનારી પ્રથમ મહિલા સહિત અવકાશયાત્રીઓને ચંદ્ર પર પાછા મોકવાનું લક્ષ્ય છે. જો કે ઘણા નિષ્ણાતો માને છે કે સમયમર્યાદામાં થોડા વર્ષોનો ફેરફાર થવાની સંભાવના છે. 1969માં એપોલો 11 થી શરૂ થયેલા પાંચ દાયકા અગાઉના મિશન દરમિયાન 10 અન્ય અવકાશયાત્રીઓને પગલે 1972માં ચંદ્ર પર જનારા છેલ્લા માનવીઓ એપોલો 17ની બે વ્યક્તિઓની મૂળ ટીમ હતી.
આર્ટેમિસ પ્રોગ્રામ અંતે તો મંગળ પર વધુ મહત્વાકાંક્ષી અવકાશયાત્રી સફર માટે એક પગલાં તરીકે લાંબાગાળાનો ચંદ્ર ઉપરનો બેઝ સ્થાપિત કરવાનો પ્રયાસ છે. નાસાના અધિકારીઓએ જણાવ્યું છે કે, તેમાં સફળ થવામાં ઓછામાં ઓછા 2030 અંત સુધીનો સમય થશે. SLSને એક દસકા કરતાં વધુ સમયથી વિકસાવવામાં આવી રહ્યું છે, તેમાં વર્ષોનો વિલંબ અને ખર્ચમાં વધારો પણ થયો છે. પરંતુ આર્ટેમિસ પ્રોગ્રામે એસએલએસ દ્વારા બોઇંગ કંપની અને ઓરિઓન માટે લોકહીડ માર્ટિન કોર્પ સાથેના કરાર અંતર્ગત હજારો જોબ્સ અને બિલિયન્સ ડોલર્સનો વેપાર ઊભો થયો છે.