ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર, 19 ઓક્ટોબરે અમદાવાદ નજીક આવેલા અડાલજમાં મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોગ્રામનો પ્રારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાને વડાપ્રધાનને રૂ.4155 કરોડના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપી હતી. જૂનાગઢમાં યોજાયેલા કાર્યક્રમમાં મોદીએ રૂ.4155 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું અને વિવિધ પ્રોજેક્ટ્સની જાહેરાત કરી હતી.
આ પ્રસંગે વડાપ્રધાને ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કરતા રાજકીય પક્ષો પર પણ આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ગુજરાત અને ગુજરાતીઓને ગાળો આપ્યા વિના કેટલાક રાજકીય પક્ષોની રાજકીય વિચારધાર જ અધૂરી રહે છે. આવા લોકો સામે ગુજરાતે આંખ લાલ કરવાની જરુર છે. હવે ગુજરાતનું અને ગુજરાતીનું અપમાન ગુજરાતની ધરા સહન નહીં કરે.
અડાલજના પ્રોગ્રામમાં મોદીએ જણાવ્યું હતું કે 2003માં પહેલો શાળ પ્રવેશોત્સવ કર્યો હતો ત્યારે હું આદિવાસી ગામમાં ગયો હતો, જે ગામમાં દીકરીઓનું ઓછું શિક્ષણ હતું ત્યાં ગયો હતો. ત્યારે મેં તેમની પાસે ભિક્ષા માગી હતી કે તમે દીકરીઓને ભણાવજો, જે બાળકોને મેં આંગળ પકડીને સ્કૂલે મોકલ્યા હતા તેમને મળવાનો અવસર મળ્યો છે.
તેમણે ગુજરાતના ભૂતકાળને યાદ કરીને જણાવ્યું કે, બે દાયકામાં ગુજરાતના લોકોએ પોતાના રાજ્યમાં શિક્ષણ સંસ્થાની કાયાપલટ કરી છે. ગુજરાતમાં સવા લાખથી વધુ ક્લાસરૂમ બન્યા, 2 લાખથી વધુ શિક્ષકોની ભરતી કરાઈ છે. મને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો પ્રારંભ થયો હતો.
તેમણે જણાવ્યું કે, મને ખુશી છે કે હું થોડા દિવસ પહેલા ગાંધીનગર આવ્યો હતો ત્યારે ગુણોત્સવમાં ટેક્નોલોજી જોવા મળી હતી. ભારત સરકારે દેશના શિક્ષણપ્રધાનોને ગાંધીનગર બોલાવ્યા હતા, અને બધાએ વિદ્યા સમીક્ષા કેન્દ્રનું અદ્યયન કરવા લાગ્યા હતા. ખેલ મહાકુંભના કારણે પણ રાજ્યના યુવાનોને લાભ થયો છે. આજે રાષ્ટ્રીય ખેલ મહોત્સવ પણ ગુજરાતમાં યોજાયો છે. હવે બધા આ આયોજન બદલ લોકો મને શુભેચ્છા પાઠવતા હતા ત્યારે મેં તેમને કહ્યું કે આ માટે મને નહીં ગુજરાતના મુખ્યપ્રધાનને શુભેચ્છા પાઠવો આ ભગીરથ તેમનું છે.