ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના નવા વડાપ્રધાન બનતા તેમના સસરા અને ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે “અમને તેમના પર ગર્વ છે અને અમે તેમને સફળતાની શુભેચ્છા પાઠવીએ છીએ. અમને વિશ્વાસ છે કે તેઓ યુકેના લોકો માટે તેમની શ્રેષ્ઠ પ્રયાસો કરશે.

42 વર્ષીય સુનક બ્રિટનના વડાપ્રધાન બન્યા છે. ભારતીય તરીકે બ્રિટનના વડાપ્રધાનની સત્તા સંભાળનાર તેઓ પ્રથમ ભારતીય છે.સુનકે સ્ટેનફોર્ડ, કેલિફોર્નિયાથી એમબીએ કર્યું હતું. અહીં તેમની મુલાકાત ભારતની અગ્રણી સોફ્ટવેર કંપની ઇન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા મૂર્તિ સાથે થઈ હતી. બાદમાં ઋષિ સુનકે વર્ષ 2009માં અક્ષતા મૂર્તિ સાથે લગ્ન કર્યાં હતાં. સુનક દંપતીને બે પુત્રી છે.

LEAVE A REPLY