પ્રતિક તસવીર NAPS UK

નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ દ્વારા બુધવાર તા. 21 જૂનના રોજ સાઉથ લંડનના ટૂટીંગ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં યોગા મેટ અને ખુરશીઓ પર બેસીને યોગ કરવા માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

NAPSના પ્રમુખ પ્રવિણભાઈ અમીને સૌને આવકાર આપી યોગ, સક્રિય રહેવાની જરૂરિયાત વિષે સમજ આપી હતી. NAPSના સમિતિના સભ્યો અને ડેમ ઇન્દિરા પટેલ ડીબીઇએ દિપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરી હતી.  ભારતીબેન પટેલ અને બિંદુબેન પરીખે પ્રાણાયામ, પ્રેશર પોઈન્ટ્સ અને પોઝની વિવિધ ટેકનિક સાથે 30 મિનિટનું યોગ સેશન કર્યું હતું. તેઓ દ્વારા દર ગુરુવારે સવારે 11 વાગ્યાથી NAPS સેન્ટર ખાતે યોગના વર્ગો ચલાવે છે.

ડૉ. મનીષે યોગ અને શરીરના કાર્યો વિશે તથા વિહંગમ યોગ સંસ્થાની સામાજિક સેવાઓ વિષે સમજ આપી હતી. સોફ્ટવેર એન્જિનિયર અને પ્રમાણિત યોગ પ્રશિક્ષક વિકાસજીએ યોગ થકી ધ્યાન અને શાંતિ કઇ રીતે આવે છે તે જણાવ્યું હતું. બ્રહ્માકુમારીઝના ક્રિષ્નાબેને ધ્યાનની ટેકનિક રજૂ કરી હતી. હર્ષદભાઈ પટેલ સાથે સૂર્ય નમસ્કાર સહિત વિવિધ યોગાસનો માટે સૌ જોડાયા હતા.

યંગ વેજિટેરિયન સોસાયટીના નીતિન મહેતા MBE એ યોગ અને શાકાહારના મહત્વ વિષે જાણકારી આપી હતી. પ્રાર્થના અને અલ્પાહાર સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.

LEAVE A REPLY