ઓલ્ડહામમાં સમુદાયોને વિકાસશીલ કરી તેનું સશક્તિકરણ કરવાની સેવાઓ બદલ નજમા ખાલિદને MBE એનાયત કરાયો છે.
25 વર્ષથી ઓલ્ડહામના સૌથી વધુ વંચિત સમુદાયો સાથે કામ કરી સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જાગૃતિ ફેલાવનાર નજમાના નોંધપાત્ર પ્રોજેક્ટ્સમાં બ્રિટિશ કાઉન્સિલ એક્ટિવ સિટિઝન્સ પ્રોગ્રામનો સમાવેશ થાય છે, જેમાં 36 મહિલાઓએ સામાજિક કાર્ય પ્રોજેક્ટ હાથ ધર્યા હતા. હેલ્ધી કુકબુક અને ચપાટી એન્ડ ચેટનો ઉદ્દેશ સ્થૂળતા અને અલગતાનો સામનો કરવાનો છે.
2011 માં તેણીએ પ્રખ્યાત મહિલા CHAI પ્રોજેક્ટ – કેર, હેલ્પ અને ઇન્સ્પાયરની સ્થાપના કરી વિવિધ સ્તરે હજારો મહિલાઓનો વિકાસ અને સશક્તિકરણ કર્યું છે. 2019માં નઝમાને પેરેન્ટ પાવર ઓલ્ડહામના લીડ ઓર્ગેનાઈઝર તરીકે પસંદ કરાયા હતા.
નજમા સમગ્ર ગ્રેટર માન્ચેસ્ટરમાં ઘણા બોર્ડ પર વોલંટીયર તરીકે પોતાના અનુભવનો ઉપયોગ સમસ્યાઓ માટે અવાજ ઉઠાવવા અને સમુદાયોના લાભ માટે પરિવર્તન લાવવા કરે છે. નજમાએ ઓપન યુનિવર્સિટીમાંથી માનદ માસ્ટર ડિગ્રી સહિત રાષ્ટ્રીય પુરસ્કારો જીત્યા છે.