Naguib Kheraj CBE

નિષ્ણાત પેન્શન વીમા કંપની રોથેસે લાઇફના ચેરમેન તથા અત્યંત સફળ કારકિર્દી ધરાવતા બેંકર અને ફિલ્નથ્રોપિસ્ટ નગીબ ખેરાજને તેમની બિઝનેસ અને ઇકોનોમીની સેવાઓ બદલ CBE એવોર્ડ એનાયત કરાયો છે.

ખેરાજે બાર્કલેઝમાં 12 વર્ષ સુધી ગૃપ ફાઇનાન્સ ડિરેક્ટર અને વાઇસ-ચેરમેન તરીકે અને અન્ય વિવિધ બિઝનેસ લીડરશિપ હોદ્દા પર સેવા આપી હતી તો JP મોર્ગન કેઝેનોવના CEO અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડના ડેપ્યુટી ચેરમેન પણ રહી ચૂક્યા છે. તેઓ હાલમાં પીટરશિલ પાર્ટનર્સ, એસેટ મેનેજમેન્ટ કંપનીના ચેરમેન, કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ફાઇનાન્સ કમિટીના સભ્ય અને ગાવી, ધ વેક્સીન એલાયન્સના સ્વતંત્ર બોર્ડ સભ્ય પણ છે.

ખેરાજે ‘ગરવી ગુજરાત’ને કહ્યું હતું કે ‘’મેં ઈસ્માઈલી સમુદાયના કામો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે 2011માં મારી એક્ઝિક્યુટિવ કારકિર્દી બંધ કરી છે. નામદાર આગા ખાન મહાપુરુષ, ધાર્મિક, પરોપકારી અને સમુદાયના નેતા છે. 25થી વધુ દેશોમાં અમે ગ્રામીણ વિકાસ, સ્વચ્છતા, પાણી, શિક્ષણ, આરોગ્યસંભાળ, સાંસ્કૃતિક વારસાની જાળવણી અને ઘણાં વિવિધ ક્ષેત્રોમાં કામ કરીએ છીએ અને અમારી પાસે 90,000 કર્મચારીઓ છે. હું સંસ્થાના નાણાકીય આયોજન અને નાણાકીય વ્યવસ્થાપન પર પણ કામ કરું છું. મને સેવાની પ્રેરણા મારા પરિવાર પાસેથી મળી અને પેઢીઓથી અમારી સેવાની પરંપરા છે.’’

ખેરાજ આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક (AKDN) ના વરિષ્ઠ સલાહકાર તરીકે અને આગા ખાન યુનિવર્સિટી અને સેન્ટ્રલ એશિયા યુનિવર્સિટી સહિત વિવિધ સંસ્થાઓના બોર્ડમાં સેવા આપે છે. તેઓ AKDN એન્ડોમેન્ટ કમિટીના અધ્યક્ષ છે.

LEAVE A REPLY